Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જેએનયુના વિદ્યાર્થીઓની સંસદ કૂચ મામલે મોટો ખુલાસો :ડાબેરી નેતાના ઈશારે કૂચ થયાનો રિપોર્ટ

સીપીઆઇ અને સીપીઆઇએમના ટોચના નેતાઓના કહેવા પર વિદ્યાર્થી સંગઠનોએ સંસદ તરફ કૂચ કરવા નિર્ણય કર્યો

નવી દિલ્હી : જેએનયુના આંદોલનકારી વિદ્યાર્થીઓની સંસદ કૂચ મામલે મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાંચના એક ખાનગી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટોચના ડાબેરી નેતાઓના ઇશારે વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરી હતી

 અહેવાલમાં જણાવાયું કે વિદ્યાર્થીઓની પહેલા સંસદ તરફ કૂચ કરવાની કોઈ યોજના નહોતી

પરંતુ  ડાબેરી પક્ષો સીપીઆઇ અને સીપીઆઇએમના ટોચના નેતાઓના કહેવા પર વિદ્યાર્થી સંગઠનોએ આખરે સંસદ તરફ કૂચ કરવાનો નિર્ણય કર્યો હતો

  . ગુપ્ત માહિતીના આધારે જ દિલ્હી પોલીસના 800 કોન્સ્ટેબલ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળની 10 કંપનીઓને જેએનયુ ખાતે તૈનાત કરવામાં આવી હતી.

   રવિવારે મોડી સાંજે સરકારી અધિકારીઓએ કેટલાક વિદ્યાર્થી સંગઠનો સાથે બેઠક યોજી હતી અને શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું હોવાથી તેઓને સંસદ તરફ ન વધવા વિનંતી કરી હતી.

(1:51 pm IST)