Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

નવા ચિફ જસ્ટીસ વિશે અજાણી વાતો

શપથ બાદ તુરંત માતાના આર્શીવાદ લીધા

(૧) જજ બોબડેનો જન્મ ર૪મી એપ્રિલ ૧૯પ૬માં નાગપુરમાં થયો હતો. એમણે સ્નાતક અને કાયદાનો અભ્યાસ પણ નાગપુર યુનિ.માંથી કર્યો હતો.

(ર) જજ બોબડેના દાદા એક વકીલ હતા. એમના પિતા અરવિંદ બોબડે ૧૯૮૦ અને ૧૯૮પમાં મહારાષ્ટ્રના એટર્ની હતા. એમના મોટા ભાઈ સ્વ.વિનોદ અરવિંદ બોબડે સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ અને બંધારણીય નિષ્ણાંત હતા.

(૩)૧૯૭૮માં એમણે મહારાષ્ટ્ર બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી.

(૪) બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં ર૧ વર્ષ સુધી સેવાઓ આપ્યા પછી ૧૯૯૮માં એ વરિષ્ઠ વકીલ બન્યા હતા.

(પ) બોબડેને ર૯મી માર્ચ બોમ્બે હાઈકોર્ટમાં વધારાના જજ તરીકે નિમણૂંક અપાઈ હતી.

(૬) ૧૬મી ઓકટોબર ર૦૧રના રોજ જજ બોબડે મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.

(૭)૧રમી એપ્રિલ ર૦૧૩માં એમને બઢતી અપાઈ અને સુપ્રીમકોર્ટમાં જજ તરીકે નિમણૂંક કરાઈ. એ દરમિયાન કેટલાક મહત્ત્વ કેસોનો ચુકાદો એમણે આપ્યો હતો.

(૮) જજ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની કમિટીએ પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈને એમના ઉપર સુપ્રીમકોર્ટની મહિલા કર્મચારી દ્વારા લગાવવામાં આવેલ જાતીય સતામણીના આક્ષેપોમાં કિલનચીટ આપી હતી.

(૯) જજ બોબડે ર૦૧પના વર્ષમાં કોર્ટની ૩ જજોની બેંચમાં સામેલ હતા જેમાં નિર્ણય કરાયેલ કે, આધારકાર્ડ સિવાય કોઈ પણ નાગરિકને મૂળભૂત સેવાઓ અને સરકારી સેવાઓથી વંચિત નહીં રાખવામાં આવે.

(૧૦) જજ બોબડેની આગેવાની હેઠળની બેંચે સીએજી વિનોદ રાયની આગેવાની હેઠળ બનાવાયેલ પ્રશાસકોની સમિતિને નિર્દેશો આપ્યા હતા કે એ ચૂંટાયેલ સભ્યો માટે નિવૃત્ત થાય.

(1:08 pm IST)