Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ધો.૧૦ પાસ માટે પરીક્ષા વગર રેલ્વેમાં બમ્પર વેકેન્સી

નવી દિલ્હીઃ સાઉથ સેન્ટ્રલ રેલ્વેએ ૧૦માં ધોરણ પાસ માટે બંપર વેકેન્સી કાઢી છે.  રેલ્વે કુલ ૪૧૦૩ પદો પર ભરતી કરવાનું છે.  આ પદો પર અરજીની પ્રક્રિયા ચાલી રહી છે.  અરજી કરવાની અંતિમ તારીખ ૮ ડિસેમ્બર છે. આ ભરતીમાં આર્થિક રીતે નબળા ઉમેદવારોને આરક્ષણ આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ૧૦માં ધોરણમાં મેળવેલા માકર્સના આધારે કરવામાં આવશે. પસંદગી મેરિટ લિસ્ટના હિસાબથી થશે. ભરતી સબંધી વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.

(1:08 pm IST)