Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

અમેરીકામાં ગોળીબારોની રમઝટ

કેલીફોર્નીયામાં ૪ અને ઓકલાહોમામાં ૩ના મોતઃ મૃત્યુ પામેલા ચારેય એશીયન મુળના : ૬ ગંભીર છે

વોશિગ્ટનઃ અમેરિકામાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત નીપજયાં છે. કેલિફોર્નિયામાં દ્યરની પાછળ ટીવી પર ફૂટબોલ મેચ જોઈ રહેલા યુવાનો પર ગોળીબારની દ્યટનામાં ચારનાં મોત નીપજયાં છે.

આ ઘટનામાં મૃતકો એશિયન મૂળના હોવાથી વંશીય હુમલાની પોલીસે આશંકા વ્યકત કરી છે. અન્ય એક ઘટનામાં ઓકલાહોમાના વોલમાર્ટ સ્ટોરમાં સોમવારે સવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત નીપજયાં છે.

કેલિફોર્નિયામાં એક દ્યરમાં ૩૫થી વધુ યુવાનો પાછળના ખુલ્લા ભાગમાં પાર્ટી કરવા માટે એકત્ર થયા હતા અને ટીવી પર સ્થાનિક ફૂટબોલ મેચ જોઈ રહ્યા હતા. આ સમયે એક હુમલાખોરે અચાનક દ્યરમાં દ્યૂસી જઈને યુવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મૃત્યુ પામેલાં ચારેય યુવાનો એશિયન મૂળના છે.

(3:43 pm IST)