Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શિવસેના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરેની અયોધ્યા યાત્રા મોકૂફ : ૨૪મીએ દર્શને જવાના હતા

અયોધ્યા યાત્રા મોડેથી થઇ શકે છે : સુરક્ષા તંત્ર દ્વારા રાજકીય પક્ષોના નેતાઓને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હોવાનું પણ કહેવાય છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવા એનસીપી કોર કમિટિની બેઠકે તૈયારી દર્શાવ્યા બાદ શિવસેનાના વડા ઉદ્ઘવ ઠાકરે દ્વારા અયોધ્યાની તેમની ૨૪મી નવેમ્બરની સૂચિત યાત્રાને મોકૂફ કરી દીધી છે. શિવસેનાના નેતા દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. એનસીપી પ્રમુખ શરદ પવાર સરકારની રચના પર ચર્ચા કરવા દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા

 રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ઉદ્ઘવ ઠાકરે દ્વારા ૨૪મી નવેમ્બરના દિવસે ઉત્ત્।રપ્રદેશના મંદિર શહેર અયોધ્યામાં જવાની ઇચ્છા વ્યકત કરવામાં આવી હતી. નવા દ્યટનાક્રમના અનુસંધાનમાં ઉદ્ઘવ ઠાકરેએ અયોધ્યાની તેમની સૂચિત યાત્રાને મોકૂફ કરી દીધી છે. ઉદ્ઘવ ઠાકરેએ ધ્યાન દોર્યું હતું કે, અયોધ્યામાં તેમની યાત્રા મોડેથી થઇ શકે છે. બીજી બાજુ દ્યટનાક્રમ ઉપર નજર રાખી રહેલા શિવસેનાના નેતાઓનું કહેવું છે કે, સુરક્ષા સંસ્થાઓ દ્વારા પહેલાથી જ અયોધ્યા અને રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લેવા રાજકીય પક્ષોના નેતાઓને મંજુરી આપવાનો ઇન્કાર કર્યો છે.

(11:50 am IST)