Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૨ લાખ

અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓમાં ભારત બીજા ક્રમે : ભારતીય વિદ્યાર્થી માટે અમેરિકા પહેલી પસંદ

નવી દિલ્હી,તા.૧૯: ભારત વિશ્વનો બીજો દેશ છે જેનો યુવા વર્ગ અભ્યાસ માટે અમેરિકા જાય છે. આ મામલે ચીન સૌથી આગળ છે. ચીનના ૩,૬૯,૫૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા છે. આ આંકડાઓ વર્ષ ૨૦૧૮-૧૯ મુજબના છે. રિપોર્ટ મુજબ ચીન સતત ૧૦માં  વર્ષે પણ આ મામલે પહેલા સ્થાને રહ્યું, જયારે ભારતમાંથી ૨,૦૨,૦૧૪ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા પહોંચ્યા હતા.

અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિઝા સંખ્યાના આધારે આ સમયે અમેરિકામાં ભણવાની ઈચ્છા રાખનારા કે તેના માટે અમેરિકાની સરકારથી અનુમતિ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં દ્યટાડો જોવા મળી રહ્યો છે.

યુ.એસ.માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં વિઝા મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એકદમ વધારે છે, પરંતુ ૨૦૧૫માં આ સંખ્યા, ૭૪૮૩૧ હતી, જયારે ૨૦૧૮માં તે ૪૨૬૯૪ પર આવી ગઈ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓને વિઝા આપવાના મુદ્દામાં નોંધપાત્ર દ્યટાડો થયો છે.

યુ.એસ.માં ૨૪,૮૧૩ ભારતીય અંડરગ્રેજયુએટ્સ છે, ૯૦૩૩૩ અંડરગ્રેજયુએટ છે, લગભગ ૮૪૬૩૦ વૈકલ્પિક પ્રાયોગિક તાલીમ અને ૨૨૩૮ નોન-ડિગ્રી કોર્સ કરી રહ્યા છે.  મેનેજમેન્ટની ડિગ્રી મેળવવાને બદલે, વિદ્યાર્થીઓ હવે ડેટા એનાલિસિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નોકરી લેવા માટે ગણિત અને આંકડાશાસ્ત્રને પસંદ કરે છે.

કોર્સની વાત કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે મેથ્સ અને કોમ્પ્યુટર સાયન્સને મહત્વ આપે છે. આ સંખ્યા લગભગ ૩૭ ટકા છે. દરેક વખતે સૌથી આગળ રહેનારા એન્જિનિયરિંગ ૩૪ ટકાની સાથે બીજા નંબરે છે. આ આંકડા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટરનેશનલ એજયુકેશનનો છે. અંડર ગ્રેજયુએટ સ્ટુડન્ટની સંખ્યામાં ૬.૩ ટકાનો વધારો થયો છે જયારે ગ્રેજયુએટ કરનારાની સંખ્યા ૫.૬ ટકા દ્યટી છે.

ભારત વિશ્વનો બીજો દેશ છે જેનો યુવા વર્ગ અભ્યાસ માટે અમેરિકા જાય છે. આ મામલે ચીન સૌથી આગળ છે. ચીનના ૩,૬૯,૫૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા છે. આ આંકડાઓ વર્ષ ૨૦૧૮-૧૯ મુજબના છે.  રિપોર્ટ મુજબ ચીન સતત ૧૦માં વર્ષે પણ આ મામલે પહેલા સ્થાને રહ્યું, જયારે ભારતમાંથી ૨,૦૨,૦૧૪ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા પહોંચ્યા હતા. ૨૦૧૯ ઓપન ડોર્સ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજયુકેશન એકસજેન્ચએ જણાવ્યું કે, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૮-૧૯ શૈક્ષણિક વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધારે છે. સતત ચોથા વર્ષે આ સંખ્યા ૧૦ લાખથી વધારે છે.

(11:39 am IST)
  • નેપાળ ધણધણી ઉઠ્યું : 7,9ની તીવ્રતાનો ભૂકંપ : દિલ્હી-એનસીઆર અને લખનૌ સહીત ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા access_time 8:06 pm IST

  • અખિલેશ સાથે હાથ મિલાવવા તૈયાર : શિવપાલ : ૨૦૨૨માં અખિલેશ યાદવની સાથે ચુંટણી લડવા તૈયારઃ અખિલેશ બનશે મુખ્યમંત્રી : સમાજવાદી પક્ષના ગઢ ઇટાવામાં શિવપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. પ્રગતિશીલ સમાજવાદી પક્ષ બનાવનાર શિવપાલ યાદવે કહ્યું કે તેઓ સપા સાથે ગઠબંધન કરવા ઇચ્છે છે અને તેઓ પરિવારમાં એકતા સ્થાપવા ઇચ્છે છે.( access_time 3:56 pm IST

  • રાજકોટમાં ચાંદી રૂ.૬૦૦ ઉછળી, સોનું રૂ.૧૦૦ વધ્યું : હોંગકોંગમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલાં આંતરિક અસંતોષમાં ચીનની દખલગીરી સામે અમેરિકાએ વાંધો ઉઠાવતાં વિશ્વબજારમાં સોનું-ચાંદી ઉછળ્યા : લોકલ માર્કેટમાં ચાંદીનો ભાવ કિલોનો રૂ.૪૬૦૫૫ અને સોનું ૧૦ ગ્રામનો ભાવ રૂ.૩૯,૪૦૦. access_time 6:08 pm IST