Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વિદેશીઓ આફ્રીન ! ભારતમાં વિદેશી ફંડનો ધોધ

નરેન્દ્રભાઇ ૨૦૧૪માં સત્તામાં આવ્યા પછી આ વર્ષે સૌથી વધુ વિદેશી નાણું ઠલવાયું: ભારતમાં ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટમેન્ટમાં ચીન પછી બીજા નંબરે

નવી દિલ્હી,તા.૧૯: હવે એવું લાગી રહ્યું છે કે વિદેશ ફંડ રોકાણકારોને કેન્દ્રની મોદી સરકાર પર ભરોસો બેસી ગયો છે. નરેન્દ્રભાઇએ સતત બીજી વખત સરકાર બનાવ્યા બાદ આ વર્ષે જેટલું વિદેશી ફંડ દ્વારા ભારતમાં રોકાણ કરવામાં આવ્યું છે તે મોદી સરકારના પહેલા કાર્યકાળથી લઇને અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે.

૨૦૧૯માં  અત્યાર સુધીમાં FPIનાં રોકાણ ૮૨,૫૭૫ કરોડ રૂપિયા મે ૨૦૧૪થી મોદી સરકારના સમયગાળાનું સૌથી મોટું રોકાણ

ભારતમાં આ વર્ષે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં ચીન બાદ બીજા નંબરે

૨૦૧૯માં  અત્યાર સુધીમાં વિદેશી ફંડ દ્વારા ૮૨,૫૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ મે ૨૦૧૪માં મોદી સરકારના પહેલા કાર્યકાળથી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. ભારતમાં આ વર્ષે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI)  ચીન બાદ બીજા નંબરે છે.

આ રોકાણ ખાસ કરીને મોટી વીમા કંપનીઓ તરફથી કવોલિફાઇડ ઇન્સ્ટીટયૂશન પ્લેસમેન્ટ (QIP) અને ઓફર ફોર સેલ (OFS) દ્વારા આવ્યાં છે જેમાં  ભારતના ઇતિહાસમાં કોર્પોરેટ ટેકસમાં આવેલ સૌથી મોટો દ્યટાડો તેમજ ઇન્ડિયન કરન્સીનું સારુ પ્રદર્શન પણ યોગદાન પુરુ પાડે છે. જયારે બીજી તરફ હોંગકોંગમાં અસ્થિરતા પણ ભારત તરફ આકર્ષણ વધારે છે.

FPI દ્વારા ૨૦૧૪માં ભારતીય શેર બજારમાં ૯૭,૩૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જો કે જાન્યુઆરી અને મે મહિના દરમિયાન ૪૧,૦૦૦ કરોડ રૂપિયા આવ્યાં હતા, જયારે નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે  ૨૬ મે, ૨૦૧૪ના રોજ શપથ લીધા હતા. ૨૦૧૫થી ૨૦૧૮ દરમિયા શેર બજારમાં FPI તરફથી આવેલ કુલ રકમ ૫૭,૬૫૬ કરોડ રૂપિયા હતી.

 ૨૦ સપ્ટેમ્બરના રોજ ભારતે બેઝિક કોર્પોરેટ ટેકસ રેટ ૩૫થી દ્યટાડીને ૨૫ ટકા કર્યો અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે ૨૫ થી દ્યટાડીને ૧૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. આ પગલાથી કંપનીઓનો નફો વધવાની સાથે રોકાણની ડિમાન્ડ મજબૂત બનવાની આશા છે.

(11:36 am IST)