Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પેપ્સિકોનાં પુર્વ સીઇઓ ઇન્દીરા નૂઇને નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સ્થાન

ઇન્દીરા નૂઇને અમેઝોનનાં સીઇઓ જેફ બેઝોસની સાથે પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સામેલ કરાયા

નવી દિલ્હી : પેપ્સિકોનાં પુર્વ વડાં ભારતીય મુળનાં ઇન્દીરા નૂઇને અમેઝોનનાં સીઇઓ જેફ બેઝોસની સાથે પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સામેલ કરાયા છે,નૂઇનો તેમની સિધ્ધીઓ,અમેરીકાનાં વિકાસ અને સંસ્કૃતિ પર તેમના પ્રભાવનાં કારણે ગેલેરીમાં સમાવેશ કરાયા છે.

નૂઇએ એક ઇન્ટર્વ્યુંમાં કહ્યુ કે'તે મહત્વનું નથી કે તમારો જન્મ ક્યા થયો છે અને તમારો વારસો શું છે મને લાગે છે કે જો તમે મહેનત કરો છો,તમે તમારા કામમાં સકારાત્મક યોગદાન આપો છો અને તમે ઇમાનદાર છો,તો અમેરિકા તમને બનવાની તક આપે છે જે તમે બનવા માંગો છો'.

નૂઇ(64)ને એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસ,ફ્રાન્સિસ આર્નોલ્ડ,લિન-મૈન્યુઅલ મિરાંડા અને 'અર્થ,વિંડ એન્ડ ફાયર'બેંડની સાથે પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સ્થાન મળ્યું છે.

કાર્યક્રમમાં આયોજીત કાર્યક્રમમાં અમેરિકાનાં પુર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા અને પુર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિંન્ટન સહિતની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.નૂઇએ કહ્યુ કે તેનાથી લોકોને સંદેશ મળે છે કે અમેરિકા એવો દેશ છે જ્યા તમે પોતાનું ભવિષ્ય બનાવી શકો છો.

(12:34 am IST)