Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શિવસેના ઢીલુઢફ : સંજય રાઉતે કહ્યું સરકાર બનાવવાની જવાબદારી અમારી નહોતી: મને વિશ્વાસ છે કે જલદી બનશે

શરદ પવારને મળ્યા બાદ શિવસેના સાંસદ સંજય રાઉત નરમ પડ્યા

 

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ચાલતા પ્રયાસો વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોડી સાંજે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે તેમના દિલ્લી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરીહતી શરદ પવારની કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ બંને નેતા મળ્યા હતા. શરદ પવારને મળ્યા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, 'મને ભરોસો છે કે જલદી સરકાર બની જશે.' શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, સરકાર બનાવવાની જવાબદારી અમારી નહોતી 'સરકાર બનાવવાની જવાબદારી અમારી નહોતી, જે લોકોની આ જવાબદારી હતી એ ભાગી ગયા, પરંતુ મને વિશ્વાસ છે કે જલદી સરકાર બની જશે.

   આ પહેલા દિલ્લીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ. શરદ પવારે મુલાકાત બાદ કહ્યું કે 'અમારી વચ્ચે સરકાર બનાવવા પર કોઈ વાત નથી થઈ.' તેમણે કહ્યું કે, 'સોનિયા ગાંધીને ફક્ત રાજ્યની સ્થિતિ વિશે બ્રીફિંગ આપી.' તેમના આ નિવેદનથી શિવસેનાને ઝાટકો લાગી શકે છે, જે સતત એનસીપી અને કૉંગ્રેસ સાથે સરકાર ગઠનની વાત કરી રહી છે.

(10:53 pm IST)