Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

RBI બોર્ડની મેરેથોન બેઠક: કેશ રિઝર્વ અંગે બનશે સમિતિ: નાના ઉદ્યોગોનું ધિરાણ વધશે

બેઠક 9 કલાક સુધી ચાલી:બોર્ડનાં સભ્યો અને સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા

 

મુંબઇ : સરકાર અને આરબીઆઇ વચ્ચે મતભેદના સમાચારો વચ્ચે રિઝર્વ બેંકના બોર્ડની બેઠક મોડી સાંજે સમાપ્ત થઇ ચુકી છે. મીટિંગમાં હાજર બે સુત્રોએ જણાવ્યું કે, આરબીઆઇએ બેઠકમાં આર્થિક સેક્ટરની તરલતા વધારવા અને લઘુ ઉદ્યોગના ધિરાણમાં વધારો કરવા અંગે સંમતી આપી છે 9 કલાક સુધી ચાલેલી બેઠકમાં ઇકનોમિક કેપિટલ ફ્રેમવર્ક (ECF) માટે એક્સપર્ટ કમિટી બનાવવા અંગે સંમતી સધાઇ હતી

  બેઠકમાં હાજર રહેલા સુત્રો અનુસાર રિઝર્વ બેંક ફાઇનાન્શિયલ સેક્ટર લિક્વિડિટી રેશિયોમાં રાહત આપવા અને નાના બિઝનેસને ક્રેડિટ વધારવાના મુદ્દે સંમત થઇ ચુકી છે. બેઠકમાં અનેક મુદ્દાઓ જેવા કે કેન્દ્રીય બેંકની કેટલી રિઝર્વ રકમ જરૂરી છે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લોન આપવા અને નબળી પડી રહેલી બેંકોના નિયમો અંગે પણ ચર્ચા થઇ હતી

  રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ અને તમામ ડેપ્યુટી ગવર્નરોની સરકાર દ્વારા પસંદગી પામેલ ડાયરેક્ટરો આર્થિક મુદ્દાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ આર્થિક સેવા સચિવ રાજીવ કુમાર, ઇન્ડિપેન્ડેટ ડાયરેક્ટર એસ.ગુરૂમુર્તિ અને અન્ય સાથે વિવાદિત મુદ્દાઓ પર કોઇ વચ્ચેનો રસ્તો કાઢવા માટે સામ સામે વાતચીત થઇ હતી 

(11:53 pm IST)