Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આધારકાર્ડ બેંક સાથે લિંક ન કરાવે તો તેનો પગાર ન અટકાવી શકાય: હાઇકોર્ટ

હાઇકોર્ટમાં ચાર્જમેન તરીકે ફરજ બજાવનારે આધારકાર્ડ જમા નહી કરાવતા પગાર અટકાવી દેવાયો

મુંબઇ : મુંબઇ હાઇકોર્ટે પત્તનન્યાસનાં એક કર્મચારીનું પગાર અટકાવવા મુદ્દે કેન્દ્રના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. તે કર્મચારીએ પોતાનું આધારકાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક નહોતુ કરાવ્યું. જેથી તેનો પગાર અટકી ગયો હતો. ન્યાયમૂર્તિ એ.એસ ઓકા અને ન્યાયમૂર્તિ એસ.કે શિંદેની એક બેન્ચે રમેશ પુરાલે દ્વારા દાખલ અરજી પર સુનવણી કરી હતી. પુરાલે મુંબઇ પતન ન્યામાં એક ચાર્જમેન તરીકે કાર્યરત છે. પીટે કહ્યું કે, કર્મચારીનો પગાર આ આધાર પર ન અટકાવવામાં આવવો જોઇએ કે તે પોતાનું બેંક ખાતુ આધાર નંબર સાથે જોડવામાં નિષ્ફળ રહ્યો છે. 

પુરાલેએ કેન્દ્રીય જહાજરાની મંત્રાલયની તરફતી તેમને 2015માં આપેલ તે પત્રને પડકાર્યો હતો કે જેમાં તેને જણાવાયું હતું કે તેઓ પોતાનાં બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવા જેમાં તેમનો પગાર થાય છે. તેમણે જો એવું નહી કરે તો તેમનો પગાર અટકાવાશે. જો કે તેમણે આવું નહી કરવા પાછળ પોતાનાં મૌલિક અધિકારનો ઉલ્લેખ કર્યો હતો. જુલાઇ 2016માં તેમને પગાર મળવાનો બંધ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 

. પીઠે સરકારને અરજીકર્તાને બાકી રકમ ચુકવવાનો નિર્દેશ આપ્યો અને આ મુદ્દે અંતિમ સુનવણી 8 જાન્યુઆરીએ થશે

(11:30 pm IST)