Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતર રાષ્ટ્રીય સરહદે ચોકીએ વિસ્ફોટ :એક જવાન શહીદ :ત્રણ જવાન ઘાયલ

સેનાએ પાકિસ્તાની સેનાના વહીવટી હેડકવાર્ટર્સને ધ્વસ્ત કરીને બદલો લીધો

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત એક ચોકી પર વિસ્ફોટ થયો હતો  જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો. જ્યારે કે ત્રણ જવાન ઘાયલ થયા છે

  બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી ચોકીમાં આ વિસ્ફોટ થયો છે. જોકે, તેમણે ઘટના અંગે વધુ વિગત આપવાનો ઇન્કાર કરી દીધો હતો  આ પહેલા પણ સેનાની એક ચોકીમાં વિસ્ફોટ થયો હતો. ત્યારે માનવામાં આવતું હતું કે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને આ વિસ્ફોટ કર્યો હતો. જે બાદ સેનાએ પાકિસ્તાની સેનાના વહીવટી હેડકવાર્ટર્સને ધ્વસ્ત કરીને બદલો લીધો હતો.

(9:51 pm IST)