Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચીન સાથેના ફ્રી ટ્રેડ કરાર રદ કરવાની માલદીવ સરકારની ઘોષણા :ભારત તરફી ઝુકાવ

માલદીવ : માલદીવની નવી ગઠબંધન સરકારે અગાઉની સરકાર દ્વારા ચીન સાથે કરાયેલા ફ્રી ટ્રેડ કરાર રદ કરવાની ઘોષણા કરી છે.

 ઉલ્લેખનીય છે કે નવી સરકાર ભારત પ્રત્યે વધુ ઝોક ધરાવનારી છે.જેના પ્રેસિડન્ટએ જણાવ્યા મુજબ જૂની સરકારના કરાર એકપક્ષીય જણાય છે.જે મુજબ ચીન પાસેથી માત્ર આયાત કરવાની રહે છે.

 આમ નવી સરકારના નિર્ણયથી માલદીવમાં ડ્રેગનનો પ્રભાવ ઘટશે તથા ભારત સાથેના સબંધો વધુ દ્રઢ બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:47 pm IST)