Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યો છેઃ ખાલિસ્તાન સમર્થકો સાથેની તસ્વીરો સામે આવી

નવી દિલ્હી : પંજાબના અમૃતસર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ એક નવો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે પાકિસ્તાની આતંકવાદી અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તપાસ એજન્સીઓની એક બેઠકમાં પાકિસ્તાનમાં હાજર ખાલીસ્તાન સમર્થક આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા મુદ્દે અનેક માહિતી સંયુક્ત રીતે વહેંચવામાં આવી હતી. સુત્રો અનુસાર ગોપાલ સિંહ ચાવલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIઅને લશ્કર એ તોયબા ચીફ હાફિઝ સઇદ સાથે મળીને પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રું રચી રહ્યા છે.

થોડા મહિનાઓ પહેલા પાકિસ્તાનમા હાફિઝ સઇદ પાસેથી ચાવલાની મુલાકાતની તસ્વીર પણ તપાસ એજન્સીઓ પાસે આવી છે. તેના કારણે ખાલિસ્તાન સમર્થકોના પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હોવાની આશંકાની પૃષ્ટી માનવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ગોપાલ સિંહ ચાવલાના ભડકાઉ નિવેદન પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા યુવકોને ખાલિસ્તાન માટે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. એનઆઇએની તપાસમાં તેમ પણ ખુલાસો થયો કે પંજાબમાં ધાર્મિક સંગઠન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના કાર્યકર્તાઓ નિશાન પર છે.

નિરંકારી હુમલામાં વપરાયો પાકિસ્તાની ગ્રેનેડ, આતંકીની માહિતી આપનારને 50 લાખ ઇનામ...

પંજાબમાં 8 આરએસએસ કાર્યકર્તાઓની હત્યા મુદ્દે એનઆઇએ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. કાવત્રા પાછળ ખાલિસ્તાન લિબરેશન ફોર્સ લીડર, પાકિસ્તાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ઇટાલી અને સઉદી અરબ અમીરાતમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓએ પંજાબને ટાર્ગેટ કરીને હુમલાને અંજામ આપ્યો હતો.

અમૃતસર બ્લાસ્ટ: હુલાખોરની જાણકારી આપનારને 50 લાખનું ઇનામ, હેલ્પલાઇન નંબર 181...

દેશની બહાર બેઠેલા ખાલિસ્તાન સમર્થકો જે આતંકવાદી કાવત્રા રચી રહ્યા છે તેમાં ગોપાલ સિંહ ચાવલા (પાકિસ્તાન), હરમિત સિંહ ઉર્ફે હૈપ્પી ( પાકિસ્તાન), ગુરજિંદર સિંહ ઉર્ફે શાસ્ત્રી (ઇટાલીમાં હોવાનાં સમાચાર), ગુરશરણબીર સિંહ ઉર્ફે ગુરુશરણ સિંહ વાલિયા ઉર્ફે પહેલવાન (બ્રિટન), ગુરુજં સિંહ ઢિલ્લન (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે. પંજાબના આતંકવાદીઓનું કનેક્શન પશ્ચિમી યુપીમાં હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જેના કારણે યુપી પોલીસ પણ એલર્ટ પર છે.

અમૃતસર બ્લાસ્ટ: કોણ છે નિરંકારી સંતો અને કેમ થાય છે તેમના પર હુમલા?...

ઉલ્લેખનીય છે કે, પંજાબના અમૃતસર શહેરના એક ગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ છે. રાજસાંસીના અદાવલી ગામના સંત નિરંકારી ભવન પર થયેલા હુમલામાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યાર બાદ પંજાબ સહીત રાજધાની દિલ્હી, હરિયાણા અને એનસીઆર હાઇએલર્ટ પર છે.

(6:10 pm IST)