Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વની ઘટનાઓ

ભારતમાં સામાન્ય વારસો, સાંસ્કૃતિક સમાવેશ તથા પરસ્પર સહિષ્ણુંતા પ્રત્યે ગાઢ શ્રદ્ધા રહી છે. પછી ભલે એમનો ધાર્મિક વિશ્વાસ ગમેતે હોય, અને આ જ વાત નિમ્નલિખિત ઘટનાઓથી સિદ્ધ થાય છે.

મુસ્લિમો દ્વારા મંદિરની દેખરેખ રાખવામાં આવે છેઃ- ઉત્તરપ્રદેશના મુઝફફરપુર જિલ્લામાં લડ્ઢેવાલામાં એક મંદિરની સારસંભાળ, દૈનિક સાફ- સફાઈ અને સમયાનુસાર એનું રંગરોગાન ચિત્રકામ વિગેરે સ્થાનિક મુસ્લિમ નાગરિકો દ્વારા કરવામાં આવે છે. સને ૧૯૯૦માં બાબરી મસ્જીદના ધ્વંસ બાદ હિન્દુઓએ ઉકત મંદિરનો ત્યાગ કરી દીધો હતો. મુસ્લિમો એ દિવસની અધીરાઈપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે કે, જયારે એમના હિન્દુ ભાઈઓ ત્યાં જઈને પોતાનું ધાર્મિક અનુષ્ઠાન કરશે.

એક હિન્દુ દ્વારા એક મસ્જીદની સાર- સંભાળઃ- ઉત્તરપ્રદેશના મુઝફફરનગર જિલ્લામાં આવેલા નન્હેડા ગામના એક હિન્દુ રાજમિસ્ત્રી સ્થાનિક મુસ્લિમ નાગરિકોની ગેરહાજરીમાં એક ૧૨૦ વર્ષ જૂની પુરાણી મસ્જિદની દેખભાળ રાખી રહ્યા છે. ઉકત રાજમિસ્ત્રી આ મસ્જીદની સારસંભાળ, દૈનિક સાફ- સફાઈ અને સમયાનુસારએનું રંગરોગાન વિગેરે કરાવે છે.

હનુમાનની ભકિતમાં કવ્વાલીઃ- ગુજરાત સ્થિત વડોદરાના તરસાલીમાં એક હનુમાન મંદિરમાં ૨ કલાકની કવ્વાલીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પવનપુત્રની ઉપાસનામાં કવ્વાલોએ મધુર કવ્વાલીઓ ગાઈ. આ મંદિરમાં પ્રત્યેક શનિવારે ૫૦૦ મુસ્લિમો સહિત લગભગ ૩૦૦૦ લોકો પ્રાર્થના કરે છે. હનુમાનચાલિસાનો પાઠ કરે છે અને હનુમાનજીના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. આ આંતરધાર્મિક સહિષ્ણુંતા અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ છે.

(3:23 pm IST)
  • મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સુરક્ષાના કારણોથી અમિતભાઈ શાહનો ભોપાલમાં રોડ શો કેન્સલ કરાયો :ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ફાતિમા રસૂલ સિદ્ધિકીના સમર્થનમાં રોડ શો કરવાના હતા: પાર્ટીની ગુપ્ત એજન્સીથી મળેલા ઇનપુટ બાદ ભાજપના અધ્યક્ષનો રોડ શો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો access_time 1:14 pm IST

  • નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા રવિવારે પ્રવાસીઓનો જબરો ધસારો :ગઈકાલે 13,834 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી :રવિવારે 31,51,360 રૂપિયાની આવક : 18 દિવસમાં કુલ 2,00,577 પ્રવાસીઓએ મુલાકાત લીધી.: 18 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 4,35,55,509 રૂપિયાની આવક થઈ. access_time 7:30 pm IST

  • ભરૂચ નગર પાલિકા દ્વારા વેરા વસુલાત માટે રાજયમાં પ્રથમ વખત નવતર અભિગમ: લોકો ઘર આંગણે હાઉસ ટેક્ષ ભરી શકે એ માટે 4 સ્થળોએ ટેક્ષ કલેક્શન સેન્ટર શરૂ કરાયા: સેન્ટર પર 3 દિવસ સુધી લોકો વેરા ભરી શકશે access_time 1:04 pm IST