Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ વખતે ફોન યુઝ કરનારાનું લાઇસન્સ સસ્પેન્ડ થશે

મુંબઈ તા. ૧૯ : ડ્રાઈવ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરનારા ચાલકો માટે મહારાષ્ટ્રની સરકાર કડક પગલા લેવાના મૂડમાં છે. જે મુજબ મહારાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ જો તમે વાહન ચલાવતા સમયે ફોનનો ઉપયોગ કરતા પકડાશો તો ચાલકનું લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ટ્રાફિક વિભાગ દ્વારા આ પરિપત્ર ટ્રાફિક પોલીસની બ્રાન્ચોમાં મોકલીને તેના પર કડક અમલીકરણ કરવાનો આદેશ આપયો છે.

સરકારી ઠરાવ મુજબ ટ્રાફિકના છ પ્રકારના નિયમો તોડવા પર RTO ચાલકનું લાઈસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી શકે છે. મુંબઈ-પુણે એકસપ્રેસ હાઈવે પર 'ઝીરો ટોલરન્સ' કેમ્પેઈન શરૂ થઈ ગયું છે અને જલ્દી જ અન્ય હાઈવે પર પણ તે શરૂ કરી દેવામાં આવશે. ઠરાવ મુજબ ઓવર સ્પીડીંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, સિગ્નલ તોડવું, ડ્રાઈવ કરતા સમયે ફોન પર વાત કરવી, કોમર્શિયલ વાહનમાં મુસાફરોને લઈ જવા અને કોમર્શિયલ વાહનમાં ઓવરલોડીંગ કરવું વગેરે જેવા તોડવા પર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. SP વિજય પાટિલે જણાવ્યું કે, સરકારી ઠરાવ પહેલા નિયમો તોડનારાને દંડ ભરવા છતાં કોઈ ફરક પડતો નહોતો. પરંતુ હવે લાઈસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાથી તેને ડ્રાઈવ કરતા અટકાવી શકાશે અને એક પાઠ ભણાવી શકાશે.

મહારાષ્ટ્રમાં પાછલા વર્ષે ૩૫,૮૦૦થી વધારે માર્ગ અકસ્માતની ઘટનાઓ બની છે. જેના કારણે ૧૨,૨૦૦ જાનહાનિ થઈ છે. સુપ્રીમ કાર્ટના રિટાયર જજ દ્વારા નિયુકત કરાયેલી કમિટીને અકસ્તાન અને જાનહાનિની ઘટનાઓ ૧૦ ટકા સુધી ઘટાડવા માટે પ્રયાસો કરવા કહેવાયું હતું.

(12:42 pm IST)