Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સંસદના શીયાળું સત્રમાં ગંગાને મળશે રાષ્‍ટ્રીય નદીનો દરજજો

બિલને અંતિમ ઓપ આપવાની તૈયારીમાં લાગી કેન્‍દ્રસરકાર

નવીદિલ્‍હી, તા.૧૯: ગંગા માટે સ્‍વામી સાનંદે તેમના પ્રામ ગુમાવ્‍યા બાદ અંતુ કેન્‍દ્રસરકાર ગંગા કાયદો મૂર્ત રૂપ આપવાની તૈયારીમાં લાગી છે. તેની સાથે જોડાયેલા રાષ્‍ટ્રીય નદી પુનસધ્‍ધાર, સંરક્ષણ તેમજ પ્રબંધન બિલનો ખરડો તૈયાર થઇ ગયો છે. સંસદના શીયાળુ સત્રમાં તેના પર સરકારની બિલ લાગવાની યોજના છે. બિલ પસાર થતાજ ગંગાને રાષ્‍ટ્રીય નદીનો દરજજો મળશે.

એક વરિષ્‍ઠ અધિકારીના જણાવ્‍યા મુજબ બિલને અંતિમ રૂપ આપવામા આવ્‍યું છે. ગંગાની પરિભાષામાં હવે ગૌમુખથી ગંગા સાગરને પણ સામેલ કરવામા આવ્‍યા હતા. નવી પરિભાષામાં હવે પંચ પ્રયોગો પર મળતી દરેક ધારાઓને ગંગાની પરિભાષામાં સામેલ કરવામાં આવ્‍યા છે.

બિલમાં ગંગા પર પુલને બાંધવાનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે. પરંતું ગંગાના પ્રવાહને હેમખેમ રાખવાની શરતને પણ જોડવામા આવી છે. તેની સાથે જોડાયેલી ગવર્નિગ કાઉન્‍સિલ ૧૧ સભ્‍યોની હશે. જેમાં ૫ ગંગાના વિશેષસ હશે. બિલમાં ગિરધર માલવીય કમીટીના ૮૦ ટકા મંતવ્‍યોને સામેલ કરવામાં કડક જોગવાઇઓનો ઉલ્લેખ પણ છે.

ગંગાને અવિરત અને નિર્મળ બનાવાના હેતુથી કાયદાના નિર્માણ માટે કેન્‍દ્ર સરકારે ગંગા મહાસભાના મુખ્‍ય ગિરિધર માલવીયની અધ્‍યક્ષતાના એક સમિતિની રચના કરી હતી. તેને ગયા વર્ષે એપ્રિલમાં તેમનો રીપોર્ટ કેન્‍દ્રને આપી દીધો હતો કાયદાનું નિર્માણ કરવાની દિશામાં વાત આગળ ન વધવા પર વિરોધ કરવા સ્‍વામી સાનંદ-અનશન પર બેઠલા હતા. તેમની ૧૧૩ દિવસોના અનશન બાદ મૃત્‍યુ થયું.

ગંગામાં ઓછું પાણી અને દુર્ગધ હજુ પણ મોટી સમસ્‍યા છે. સરકારે આ નદીમાં પરિવહનને લીલી ઝંડીતો આપી છે. પરંતુ સત્‍ય ત્‍યારે સામે આવ્‍યું જયારે હલ્‍દીયાથી બનારસ રવાના કરવામાં આવેલું જહાજ કચરો અને ઓછા પાણીની કારણે અનેક સ્‍થળે ફસાઇ ગયું પહેલા તે ફરકકામાં ફસાયું ત્‍યારબાદતે જહાજ પટણામાં રેતીમાં ફસાઇ ગયું.

(12:34 pm IST)