Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઉ.પ્રદેશમાં જાહેર થયું આતંકી અજમલ કસાબનું જાતિ-રહેઠાણ પ્રમાણપત્ર : તંત્રમાં ભૂકંપ

યુપીની સરકારી ઓફિસોમાં થોડા પૈસા આપી કોઇ પણ નકલી સર્ટીફિકેટ બનાવી શકાય છે

લખનૌ તા. ૧૯ : ઉત્તર પ્રદેશના ઓરૈયા જીલ્લામાંથી મુંબઈ હુમલાના આતંકી અજમલ કસાબનું કથિત રીતે રહેઠાણ અને જાતી પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્‍યું છે. આ લાપરવાહીથી અધિકારીઓની રેવડી દાણા દાળ થઈ ગઈ છે. આ મામલો સામે આવ્‍યા બાદ સંબંધિત લેખપાલને નિલંબિત કરી દેવામાં આવ્‍યો છે. સાથે, આતંકી કસાબના જાતી અને રહેઠાણ પ્રમાણપત્રને રદ કરી દેવામાં આવ્‍યું છે. ઓનલાઈન અરજીકર્તા વિરુદ્ધ પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્‍યા છે.

અંગ્રેજી સમાચારપત્ર ઈન્‍ડીયન એક્‍સપ્રેસના સમાચાર અનુસાર, આ મામલો ઔરેયાના બિઘૂના તહસીલનો છે. કસાબનું જાતી અને રહેઠાણ પ્રમાણપત્ર ૨૧ ઓક્‍ટોબર ૨૦૧૮ની તારીખે જાહેર કરવામાં આવ્‍યું છે. આમાં કસાબનું જન્‍મ સ્‍થળ આંબેડકરનગર ગામ બચાવવામાં આવ્‍યું છે.

આ ઘટનાથી યૂપી સરકારની સક્રિયતા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ મામલા બાદ એ વાતનો ખુલાસો થઈ ગયો છે કે, યૂપીની સરકારી ઓફિસોમાં થોડા પૈસા આપી કોઈ પણ નકલી સર્ટીફિકેટ બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, આતંકી અજમલ કસાબને ૨૬/૧૧ના આતંકી હુમલામાં જીવતો પકડવામાં આવ્‍યો હતો.

૨૦૦૮માં  મુંબઈ હુમલા સમયે અજમલ આમિર કસાબને આસિસ્‍ટન્‍ટ સબ ઈન્‍સપેક્‍ટર તુકારામે જીવતો પકડી લીધો હતો. કસાબે પોતાને પકડમાંથી છોડાવવા માટે ઈન્‍સપેક્‍ટર તુકારામને ગોળી પણ મારી હતી. પરંતુ લોહીથી લથપથ તુકારામે કસાબને છોડ્‍યો ન હતો. બાદમાં તે કસાબે મારેલી ગોળીથી શહીદ પણ થયા હતા. જે સ્‍થાન પર કસાબને પકડવામાં આવ્‍યો હતો, તે જગ્‍યા પર તેમની મૂર્તી પણ લગાવવામાં આવી છે.

૨૬/૧૧ના હુમલામાં દોષી અજમલ કસાબને ૨૨ નવેમ્‍બર ૨૦૧૨ના રોજ પૂણેની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતા. અજમલ કસાબને ઓપરેશન બુદ્ધા સ્‍માઈલ હેઠળ ફાંસી આપવામાં આવી હતા. મોતની સજા બાદ તેને જેલમાં જ દફન કરવામાં આવ્‍યો હતો.

(10:53 am IST)
  • ઇંધણમાં ભાવ ઘટાડાની આગેકૂચ યથાવત :મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે ;પેટ્રોલ લીટરે 14પૈસા અને ડીઝલ લિટરે 13 પૈસા થશે સસ્તું :વૈશ્વિક બજારમાં ક્રુડતેલનો ભાવ છ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો :વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ઘટતા ભારતને ફાયદો ;ઇંધણના ભાવ ઘટતા વાહનચાલકોને રાહત access_time 10:15 pm IST

  • અમદાવાદ : નવા શૈક્ષણીક સત્ર સાથે જ પુસ્તકોની અછત :ધોરણ ૬થી ૮ના પુસ્તકો બજારમાં નહી પહોંચ્યાની ઉઠી ફરિયાદ :ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પુસ્તકોની ભારે અછત access_time 7:17 pm IST

  • ભુજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે કચ્છ આશાપુરા ધામ માતાનામઢ ખાતે દર્શને આવ્યા હતા તેઓની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ જોડાયા હતા માતાના મઢ ખાતે તેઓ નું સન્માન કરવામાં આવ્યું access_time 5:50 pm IST