Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પાકિસ્‍તાને અમારા માટે કશુ કર્યું નથી : લાદેનને શરણુ આપ્‍યુ'તું

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પાકિસ્‍તાનને આડે હાથ લીધું : નાણાકીય મદદ રોકવાનો કર્યો બચાવ : અટકાવવાનું પગલુ યોગ્‍ય : પાકિસ્‍તાનના બધા લોકોને ખબર હતી કે લાદેન ત્‍યાં છે અને એવી જગ્‍યા જ્‍યાં પાકિસ્‍તાન મિલિટ્રી અકાદમી બાજુમાં છે

વોશિંગ્‍ટન તા. ૧૯ : અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આતંકવાદના મુદ્દા પર એકવાર ફરી પાકિસ્‍તાનને આડે હાથ લીધું છે અને સાથે જ ઇસ્‍લામાબાદને લાખો ડોલરની સૈન્‍ય મદદ પર લગાવામાં આવેલી રોકને તેમની સરકારના નિર્ણયનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે, પાકિસ્‍તાને અમેરિકા માટે કંઇ પણ કર્યું નથી. પરંતુ તેમની સરકારે આતંકી સંગઠન અલકાયદાના નેતા ઓસામા બિન લાદેનને તેમના શહેરમાં છુપાવાની જગ્‍યા આપી છે.

પાકિસ્‍તાને ઇબટાબાદમાં લાદેનના પનાહગાહનો સંદર્ભ આપીને ટ્રમ્‍પે એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું, પરંતુ પાકિસ્‍તાનમાં સૈન્‍ય એકેડમીની એકદમ નજીકમાં રહેવું, પાકિસ્‍તાનમાં દરેક માલુમ હતું કે તે ત્‍યાં રહે છે. અમે પાકિસ્‍તાનને સાથ આપ્‍યો. અમે તેમને દર વર્ષે ૧.૩ અરબ ડોલર આપ્‍યા. લાદેન પાકિસ્‍તાનમાં રહ્યો, અમે પાકિસ્‍તાનનો સાથ આપ્‍યો, અમે તેમને દર વર્ષે ૧.૩ અરબ ડોલર આપી રહ્યા હતા, હવે અમે તે બંધ કર્યું કારણ કે પાકિસ્‍તાને અમારા માટે કંઇ પણ કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના નૌસેનાના વિશેષ અભિયાન બાદ તે ઘરના કમ્‍પાઉન્‍ડને તોડી પાડવામાં આવ્‍યું હતું જ્‍યાં લાદેન રહેતો હતો. ૨૦૧૧માં નૌસેનાના અભિયાનમાં લાદેનને મારી નાખવામાં આવ્‍યો હતો.

સૈન્‍ય મદદ બંધ કર્યા બાદથી અમેરિકા અને પાકિસ્‍તાનના સંબંધમાં ખટરાગ ચાલી રહી છે. ગયા વર્ષે ઓગસ્‍ટમાં અફઘાનિસ્‍તાન અને દક્ષિણ એશિયાને અંગે તેમની નીતિની ઘોષણા કરીને ટ્રમ્‍પે પાકિસ્‍તાનને ત્રાસવાદીના સુરક્ષિત પનાહગાહ ગણાવ્‍યા હતા. જેને અફઘાનિસ્‍તાનમાં અમેરિકીઓની હત્‍યા કરી તેઓએ પાકિસ્‍તાનને ચેતવણી આપી કે ત્રાસવાદીઓની મદદ કરવાથી તેને ઘણું ગુમાવવું પડશે. સપ્‍ટેમ્‍બરમાં ટ્રમ્‍પ પ્રશાસને ૩૦ કરોડ ડોલરની સૈન્‍ય મદદ પર એ કહીને પ્રતિબંધ્‍ લગાવી દીધો હતો કે પાકિસ્‍તાને ત્રાસવાદી સંગઠનો વિરૂધ્‍ધ કંઇ પણ કર્યું નથી.

(10:52 am IST)