Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મૂળ ભારતીય થોમસ કુરિયન ગુગલ ક્લાઉડનું નેતૃત્વ કરશે

હાલના કાર્યકારી સીઈઓ ડાયન ગ્રીન જાન્યુઆરીમાં થશે નિવૃત :કંપની સાથે જોડાયેલા રહેશે

નવી દિલ્હી :મૂળ ભારતીય એવા થૉમસ કુરિયન આગામી વર્ષે ગૂગલ ક્લાઉડનું નેતૃત્વ કરશે. કુરિયન ઓરેકલની પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ ડેલપમેન્ટના અધ્યક્ષ રહ્યાં છે. ટેકનોલોજિકલ કંપનીએ તેની જાહેરાત કરી છે

  . ગૂગલ ક્લાઉડના વર્તમાન મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ડાયન ગ્રીન જાન્યુઆરી સુધી આ પદ પર રહેશે. ત્યારબાદ તેઓ પણ કુરિયનની સાથે કામ કરીને કંપની સાથે જોડાયેલા રહેશે. તેઓ ગૂગલની મુખ્ય કંપની અલ્ફાબેટના બોર્ડમાં નિર્દેશક પદ પર રહેશે.

  મૂળ રૂપથી બેંગલુરૂના રહેવાસી કુરિયન ઓરેકલમાં 22 વર્ષથી કામ કરી રહ્યાં હતાં, તેમણે કંપનીના કાર્યકારી ચેરમેન અને મુખ્ય ટેકનોલોજિકલ અધિકારી લેરી એલિસન સાથે કંપનીની ભવિષ્યની કાર્યપ્રણાલીના મુદ્દા પર મતભેદ બાદ કંપની છોડી દીધી હતી.

  ગ્રીને એક નિવેદનમાં કહ્યું, એક પ્રતિષ્ઠિત ટેકનોલોજીવિદ્દ અને વહીવટી કુરિયન ગૂગલ ક્લાઉડથી 26 નવેમ્બરથી જોડાશે અને ગૂગલ ક્લાઉડની વહીવટી જવાબદારી 2019ના પ્રારંભમાં સંભાળશે.

(12:00 am IST)