Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પી-નોટ્સ રોકાણનો આંકડો ઘટીને ૯ વર્ષ નીચે પહોંચ્યો

રોકાણનો આંકડો ઘટીને ૬૬૫૮૭ કરોડ રહ્યો : ઇક્વિટી, ડેબ્ટ, ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પી-નોટ્સ રોકાણનો આંકડો ૭૯૫૪૮ કરોડથી ઘટી ૬૬૫૮૭ કરોડ નોંધાયો

નવીદિલ્હી, તા. ૧૮ : પાર્ટીસીપેટ્રી નોટ્સ (પી-નોટ્સ) મારફતે ભારતીય મૂડી માર્કેટમાં મૂડીરોકાણમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. આની સાથે જ મૂડીરોકાણ ઘટીને ઓક્ટોબર સુધી સાડા નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી જતાં કોર્પોરેટ જગતમાં આની ચર્ચા જોવા મળી રહી છે. મૂડી રોકાણનો આંકડો ઓક્ટોબર સુધી ૬૬૫૮૭ કરોડની સાડા નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. વિદેશી મૂડીરોકાણકારોને નોંધાયેલા વિદેશી પોર્ટ ફોલિયો ઇન્વેસ્ટર દ્વારા પી-નોટ્સ જારી કરવામાં આવે છે. વિદેશી રોકાણકારો જે સીધીરીતે પોતાને નોંધાયા વગર ભારતીય શેરબજારમાં હિસ્સો બનવા ઇચ્છુક વિદેશી રોકાણકારોને એફપીઆઈ દ્વારા પી-નોટ્સ જારી કરવામાં આવે છે. જો કે, આ ક્ષેત્રમાં સ્થિતિ સુધરવાની શક્યતા રહેલી છે. તે પહેલા પી-નોટ્સ રોકાણનો આંકડો વધીને ઓગસ્ટના અંત સુધીમાં ૮૪૬૪૭ કરોડ સુધી પહોંચી ગયો હતો. છેલ્લા ૧૦ મહિનાના ગાળામાં આવા ફંડ પ્રવાહમાં પ્રથમ વખત નાણામાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ડેટા મુજબ ઓક્ટોબર મહિનામાં પી નોટ્સ મારફતે ફંડ પ્રવાહનો આંકડો માર્ચ ૨૦૦૯ બાદથી સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. માર્ચ ૨૦૦૯માં આવા રોકાણનો આંકડો ૬૯૪૪૫ કરોડ સુધી નીચે પહોંચી ગયો હતો.

છેલ્લા મહિનામાં કરવામાં આવેલા કુલ રોકાણ પૈકી ઇક્વિટીમાં પી નોટ્સનો હિસ્સો ૫૦૫૮૪ કરોડનો હતો જ્યારે બાકીનો હિસ્સો ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં હતો. પી-નોટ્સ મારફતે એફપીઆઈ રોકાણનું કદ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૨.૨ ટકા સુધી થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૫ ટકાનો હતો. ગયા વર્ષે જૂન બાદથી પીનોટ્સમાં સતત ઘટાડો થયો છે.

(12:00 am IST)