Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૭૦૮૬૭ કરોડની વૃદ્ધિ થઇ

માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમે : લાંબા સમય બાદ ફરી ટીસીએસને માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પાછળ છોડવામાં આરઆઈએલને સફળતા હાથ લાગી

મુંબઈ, તા.૧૮ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં ૭૦૮૬૭ કરોડ રૂપિયાનો સંયુક્તરીતે વધારો થઇ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. દલાલસ્ટ્રીટની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉથલપાથલની સ્થિતિ રહી હતી અને સેંસેક્સમાં ૦.૮૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મોસ્ટ વેલ્યુએડ ભારતીય કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થતાં આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ વધી ગઈ છે. ભારતની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસની માર્કેટ મૂડી હવે આરઆઈએલ કરતા ઓછી થઇ ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ હવે પ્રથમ ક્રમાંક ઉપર છે. અગાઉ પણ આરઆઈએલને ટીસીએસને પાછળ છોડીને સૌથી વધુ માર્કેટ મૂડી હાંસલ કરવા માટે સફળતા મેળવી હતી.

એચડીએફસી બેંક, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એચડીએફસી, કોટક મહિન્દ્રા સહિતની કંપનીઓની માર્કેટ મૂડી વધી હતી. ટીસીએસ, આઈટીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઉલ્લેખનીયરીતે વધારો થયો હતો. બીજી બાજુ ઓઇલથી ટેલિકોમ ક્ષેત્રના ઉલ્લેખનીય સફળતા મેળવનાર આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૨૧૬૪૬.૦૬ કરોડ રૂપિયા વધીને ૭૧૪૬૬૮.૫૪ કરોડ રૂપિયા થઇ ગઈ હતી. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી આ ગાળામાં વધીને ૩૬૫૯૮૮.૦૨ કરોડ થઇ ગઇ હતી. એચડીએફસીની માર્કેટ મૂડી વધીને ૩૨૪૨૩૫.૦૫ કરોડ થઇ હતી. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી પણ આગાળા દરમિયાન વધી હતી. બીજી બાજુ ટીસીએસની માર્કેટ મૂડીમાં ૧૦૩૩૭.૮૨ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૭૦૬૨૯૨.૬૧ કરોડ થઇ ગઇ હતી. ટોપ ટેન રેંકિંગની વાત કરવામાં આવે તો આરઆઈએલે લાંબા સમય બાદ ફરી એકવાર પ્રથમ સ્થાન હાંસલ કરવામાં સફળતા મેળવી છે. સેંસેક્સમાં ૦.૮૫ ટકાનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૫૭૫૭ રહી હતી.

માર્કેટ મૂડીમાં વધારો.....

છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની તમામ ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે તે પૈકી આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ વધતા માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આ કંપની હેવે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

કંપની    માર્કેટ મૂડીમાં વધારો    કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ     ૨૧૬૪૬.૦૮     ૭૧૪૬૬૮.૫૪

એચયુએલ         ૩૯૩૯.૬૬     ૩૬૫૯૮૮.૦૨

એચડીએફસી       ૧૨૯૨.૪૫     ૩૨૪૨૩૫.૦૫

એચડીએફસી બેંક ૧૩૩૮૨.૦૧     ૫૪૩૨૫૪.૯૭

એસબીઆઈ        ૬૫૧૪.૯૫     ૨૫૯૦૮૦.૭૮

આઈસીઆઈસીઆઈ ૭૫૨૦.૮૬     ૨૩૬૫૨૯.૭૩

કોટક મહિન્દ્રા      ૫૬૬૭.૮૭     ૨૨૨૬૫૬.૩૩

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૧૦  કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે જે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તે પૈકી ટીસીએસની માર્કેટ મૂડી સૌથી વધુ ઘટી છે.

કંપની    માર્કેટ મૂડીમાં ઘટાડો    કુલ માર્કેટ મૂડી

ટીસીએસ         ૧૦૩૩૭.૮૨     ૭૦૬૨૯૨.૬૧

આઈટીસી          ૧૨૨૪.૩૭     ૩૩૮૨૩૨.૫૬

ઇન્ફોસીસ          ૪૮૦૫.૨૪     ૨૮૪૧૪૨.૩૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(12:00 am IST)