Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

નેવીની તાકાત વધશેઃ ફાઇટર જેટ રફાલ આવતા વર્ષે સ્કોડમાં સામેલ થશે

ફ્રાંસની કંપની દસાલ્ટ સાથે ૨૦૧૬થી રફાલ અંગે વાતચીત ચાલી રહી છેઃ એરફોર્સ માટે ૩૬ લડાકુ વિમાનોની ડીલ થયેલ

નવી દિલ્હી, તા.૧૯: ભારતીય વાયુસેના બાદ રફાઇ ફાઇટર જેટ સમુદ્રમાં પણ ભારતની શકિત વધારશે. નિર્માતા કંપની દસાલ્ટ એવીએશને આ અંગે ભારતીય નેવી સાથે વાત કરી રહી છે. જણાવાય રહ્યું છે કે રફાલના નૌસૈનિક સંસ્કરણ આવતા વર્ષે ભારતમાં આવી શકે છે. આ દરમિયાન વિમાનની હાઇટની ક્ષમતાનું પરિક્ષણ કરાશે, જે ભારતીય વિમાનવાહકને જ હાજોથી ટેક ઓફ માટે જરૂરી છે.

રિપોર્ટ મુજબ ફાંસ કંપનીની નજર ભારતીય નેવીની મેગા ડીલ ઉપર છે. દસાલ્ટે નેવી સમક્ષ રફાલ-એમ અથવા મરીન આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે. નેવી મીગ-૨૯ વિમાનોની જગ્યાએ નવા ફાઇટર જેટ ઇચ્છે છે. રક્ષા સૂત્રો મુજબ રફાલ-એમને એરક્રાફટ કેરીયરથી નહીં ઉડાવામાં આવે. ગોવાના તટીય વિસ્તારોમાં આઇએનએસ હંસા ઉપર તેનું પરિક્ષણ કરવામાં આવી શકે છે.

જાન્યુઆરીમાં રફાલ-એમ વિમાન ભારત આવવાની શકયતા છે. ડીલ માટે રફાલ-એમની સીધી ટકકર અમેરિકાના એફ/એ-૧૮ સુપર હાર્નેટ ફાઇટરજેટ સાથે થશે. ભારતીય નેવી અને દસાલ્ટ વચ્ચે રફાલને લઇને વાતચીત ૨૦૧૬થી ચાલી રહી છે. તે સમયે વાયુસેના સાથે ૩૬ ફાઇટર જેટનો કરાર થયેલ. નેવીએ ૨૦૧૭માં ૫૭ નવા ફાઇટર જેટ ખરીદવા ઇચ્છા દર્શાવેલ. ડીઆરડીઓ પણ ફાઇટર વિમાનો બનાવી રહ્યુ છે.

(4:19 pm IST)