Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અસમનાં ડોક્ટરનો 'ઘૂંઘરુ' ડાંસનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ: રિતિક રોશને પણ કર્યા વખાણ

રિતિક લખ્યું, 'તમારે ડો.અરૂપને કહેવું જોઈએ કે હું તેમના સ્ટેપ્સ શીખી રહ્યો છું અને કોઈ દિવસ આસામમાં તેમના જેવો ડાન્સ કરીશ

મુંબઈ : બોલિવૂડ અભિનેતા રિતિક રોશને આસામના આંખ-કાન-નાક સર્જન ડો.અરૂપ સેનાપતિની સકારાત્મક ભાવનાની પ્રશંસા કરી. તેમણે કોવિડ -19 દર્દીઓના મનોરંજન માટે 'ઘૂંઘરૂ' ગીત પર ડાંસ કર્યો. અને હવે તેમનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

   અત્રે ઉલ્લેખનીય છે કે સિલચર મેડિકલ કોલેજમાં ડો.સેનાપતિએ કામ કરતાં ડો. સેનાપતિનો રિતિકની ફિલ્મ 'વૉર' ના ગીત પર નાચતો એક મિનિટનો વીડિયો તેનો સાથી ડોક્ટર સૈયદ ફૈઝન અહેમદે રવિવારે સાંજે શેર કર્યો હતો.

   અહેમદે લખ્યું છે કે, 'કોવિડ -19 દર્દીઓની સારવાર માટે ફરજ પર સિલ્ચરની મેડિકલ કોલેજમાં આંખ-કાન-સર્જન અને મારા સહકર્મી ડો. અરૂપ સેનાપતિને મળો. કોવિડ -19 દર્દીઓની સામે નૃત્ય કરી તેમને ખુશ કરી રહ્યા છે 

રિતિકે તેના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો અને સેનાપતિની નૃત્ય કુશળતાની પ્રશંસા કરી. અહેમદના આ ટ્વીટનો જવાબ આપતાં રિતિક લખ્યું, 'તમારે ડો.અરૂપને કહેવું જોઈએ કે હું તેમના સ્ટેપ્સ શીખી રહ્યો છું અને કોઈ દિવસ આસામમાં તેમના જેવો ડાન્સ કરીશ.' અમેઝિંગ સેન્સ.આ વિડિઓને અત્યાર સુધી 5,65,000 વખત જોવામાં આવી છે જ્યારે 7,300 રિટ્વીટ કરવામાં આવ્યા છે.

(8:36 pm IST)