Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

'બાબા કા ઢાબા' બાદ 'રોટી વાલી અમ્મા' ની દાસ્તાન વાયરલ

આગરામાં રસ્તાના કાંઠે લોકોને રોટલી ખવડાવી ગુજરાન ચલાવતી ' અમ્મા 'નું લોકડાઉનમાં કામકાજ ચૌપટ:, પ્રશાસન અવારનવાર અમ્માને ત્યાંથી હટાવી દે છે

નવી દિલ્હી : દેશમાં 'બાબા કા ઢાબા' જેવી કહાની એકમાત્ર નથી. દરેક જગ્યાએ આ પ્રકારના લોકો હાજર છે જે પોતાની રોજિંદી જિંદગી પસાર કરવા માટે મેહનત તો કરી રહ્યા છે, પરંતુ તેમને તેમનું ફળ મળી રહ્યુ નથી. આગરાનાં સેંટ જોન્સ કોલેજની પાસે રસ્તાના કિનારે ઝાડની નીચે 80 વર્ષની મહિલા ભગવાન દેવી ખાવાનું વેચી રહી છે. વૃદ્ધ ભગવાન દેવી તે વિસ્તારમાં રોટીવાલી અમ્માનાં નામથી જણીતા છે.

ખાનગી સમાચાર એજન્સી મુજબ, ભગવાન દેવી 20 રૂપિયામાં લોકોને ભરપેટ ખાવાનું ખવડાવે છે. તેમની થાળીમાં સબ્જી અને રોટી હોય છે. ભગવાન દેવીએ કહ્યુ કે, તે છેલ્લાં 15 વર્ષોથી પોતાની જીવિકા ચલાવવા માટે આ કામ કરી રહી છે. પરંતુ કોરોના કાળમાં આવક થઈ રહી નથી.

રોટીવાલી અમ્માએ જણાવ્યું કે, બહુ જ ઓછા લોકો ખાવાનું ખાવા માટે અહીંયા આવે છે. દિવસે જે કમાણી કરે છે. તેનાંથી માંડ માંડ તેનો જીવનનિર્વાહ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુકે, તેઓ વર્ષોથી ભૂખ્યા લોકોનું પેટ ભરે છે. આશા છે કે, ભગવાન તેમને ભૂખ્યા રહેવા દેશે નહી.

જણાવી દઈએકે, દિલ્હીના બાબા કા ઢાબા બાદ આગરાનાં કાંજીવડાવાળા બાબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે બાદ ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા છે. આગરાનાં કાંજીવડાવાળા બાબાને મેયર નવીન જૈને નગર નિગમમાંથી સ્ટોલ અપાવવાનો વાયદો કર્યો છે.

(8:15 pm IST)