Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

એશિયા-પ્રશાંત ક્ષેત્રના 26 દેશોમાં ભારત ચોથો સૌથી મોટો શક્તિશાળી દેશ બન્યો

ચીન સુપર પાવર બનવાની હોડમાં અમેરિકાની નજીક: ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટે એશિયા પાવર ઇન્ડેક્સ જારી કર્યું

નવી દિલ્હીઃ એશિયા-પ્રશાંત ક્ષેત્રના 26 દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પાવર ઇન્ડેક્સનું કહેવું છે કે ભારત ભવિષ્યની વિશાળ શક્તિ છે. જો કે ચીન સુપર પાવર બનવાની હોડમાં અમેરિકાની નજીક પહોંચી ગયું છે.

લોવી ઇસ્ટિટ્યૂટ ઓફ પાવર ઇન્ડેક્સ 2020 મુજબ અમેરિકા હજુ પણ 81.6 પોઇન્ટ સાથે સુપર પાવર બનેલું છે. પરંતુ ચીન હવે તેનાથી માત્ર 5 પોઇન્ટ પાછળ રહી ગયું છે. તેના 76.1 પોઇન્ટ છે. જ્યારે ત્રીજા સ્થાને 41 પાઇન્ટ સાથે જાપાને છે. ભારત જાપાનથી માત્ર થોડાક અંક પાછળ છે. એટલે આપણને 39.7 પોઇન્ટ મળ્યા છે.

લોવી ઇન્સ્ટિટ્યૂટે એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતને સંરક્ષણ અને આર્થિક મામલે પાછળ બતાવાયા છે.

ઇન્ડેક્સ માપવા માટે આર્થિક સંસાધાન, સૈન્ય તાકાત, ફ્લેક્સિબ્લિટી (તરલતા), ભવિષ્યનું રુઝાન, રાજકીય પ્રભાવ, આર્થિક સંબંધો. સંરક્ષણ નેટવર્ક અને સાંસ્કૃતિક પ્રભાવ સહિતની 8 બાબતોનો સવાવેશ થયો હતો.

 ઇન્ડેક્સ પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરમાં રશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે. રિપોર્ટમાં ભારતને એશિયાની સૌથી ઝડપથી વધી રહેલ અર્થતંત્ર ગણાવાયું છે. ભારત અને જાપાન બંને મોટી શક્તિઓ છે.

જાપાનને સ્માર્ટ તો ભારતને ભવિષ્યની વિશાળ તાકાત ગણાવવામાં આવી છે. જ્યારે અમેરિકાને પહેલેથી પ્રતિષ્ઠિત શક્તિ ગણાવી છે. પરંતુ ચીનને એક ઉભરી રહેલા મહાશક્તિ ગણાવી છે, જે ઝડપથી એમેરિકાની નજીક પહોંચી રહી છે.

અમેરિકાએ રોગચાળામાં નબળા દેખાવ, અનેક વેપારી મતભેદો અને પ્રમુખ ટ્રમ્પ ઘણા સોદાઓ અને એજન્સીઓમાં પાછળ ખસવા પગલાંને કારણે અમેરિકાએ તેની પ્રતિષ્ઠા ગુમાવી છે.

ઇન્ડેક્સ મુજબ વિશ્વની ચાર સૌથી મોટી શક્તિઓમાં 3 એશિયાની છે. તેમાં પણ 2025 સુધી બે તૃત્યાંશ વસતી એશિયામાં હશે. જ્યારે પશ્ચિમમાં માત્ર 10 ટકા વસતી જ રહી જશે.

(6:39 pm IST)