Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ઇ-વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા નાખવા માટે Paytm ધારકે 2 ટકા ચાર્જ ચૂકવવો પડશેઃ હવેથી ગમે તેટલી નાની રકમ ઉપર પણ ફી લેવાશે

નવી દિલ્હીઃ ઇ-વૉલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા નાંખવા માટે Paytm Usersએ 2 ટકા ચાર્જ ચુકવવો પડશે. અત્યાર સુધી દર મહિને રુપિયા 10 હજારથી વધુની રકમ ક્રેડિટ કાર્ડથી વૉલેટમાં નાંખવા પર ચાર્જ થતો હતો. હવેથી ગમે તેટલી નાની રકમ પર પણ ફી લેવાશે.

Paytm Usersને આવેલા મેસેજમાં કેહવામાં આવે છે કે, ” ક્રેડિટ કાર્ડથી વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરવા પર બે ટકા ફીનો નજીવો ચાર્જ લાગશે, કારણ કે જ્યારે તમે પૈસા એડ કરો છો તો અમે તમારી બેન્ક/ પેમેન્ટ નેટવર્કને વધુ ચાર્જ આપીએ છીએ.

જો ફ્રીમાં પૈસા ઇ-વૉલેટમાં જમા કરવા માગો છો તો ડેબિડ કાર્ડ કે UPIનો ઉપયોગ કરો. ગ્રાહક જ્યારે ક્રેડિટ કાર્ડથી વૉલેટમાં પૈસા નાંખે છે, ત્યારે આવો મેસેજ આવે છે.

Paytm Users માટે અન્ય વિકલ્પ

સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ Paytmની પેમેન્ટ બેન્કના પ્રવક્તાએ કહ્યું કે Paytm Usersની પાસે બધા વિકલ્પ છે. તે UPI, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડથી વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. તેમણે કહ્યં કે પેટીએમમાં પૈસા નાંખવાથી બેન્ક કે ક્રેડિટ કાર્ડ કંપનીઓ ચાર્જ વસુલે છે.

જે Paytm Users ક્રેડિટ કાર્ડથી વૉલેટમાં પૈસા નાંખે છે, તેમના પર બે ટકા ચાર્જ નાંખી દેવામાં આવે છે. જ્યારે ક્રેડિટ કાર્ડ સિવાય અન્ય સ્ત્રોતથી પૈસા નાંખવામાં તેનો ખર્ચ કંપની ભોગવે છે.

પાછળથી ચાર્જ બંધ કરાયો

પ્રવક્તાના જણાવ્યા મુજબ 2017માં પેટીએમ ક્રેડિટ કાર્ડથી વૉલેટમાં પૈસા એડ કરવામાં આવો જ ચાર્જ વસુલાતો હતો. પરંતુ યુઝર્સના દબાણને કારણે તે જતો કરાયો હતો. જ્યારે કંપનીએ વૉલેટમાંથી બેન્કમાં પૈસા નાંખવાનો 5 ટકા ચાર્જ વસુલવાનું છોડી દીધું છે.

વૉલેટમાં નાંખેલા પૈસા અન્ય વૉલેટ કે બેન્ક એકાઉન્ટમાં નાંખી શકાય છે. પછી તેને ક્યૂઆર કોડ દ્વારા ઓનલાઇન કે ઓફલાઇન મર્ચન્ટ્સ પેમેન્ટમાં વાપરી શકાય છે.

(4:44 pm IST)