Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આજે રાતે નવવાટી દિવિઓ- ઘંટ- તાલી- ચપટીથી ઝળહળતો ગરબો

પ્રથમ નોરતે માટીના છીદ્રોવાળા કોરાવેલા ગરબા, બીજા નોરતે ચીરમી માથા ઉપર ધરી ચીરમીમાં ગબ્બર જયોત અને ઘંટારવ સાથે મા જગદંબાની આરતી ઉપાસનાનો ગરબો ઘૂમ્યોઃ ભાવિકોને લાભ લેવા અનુરોધ : અકિલા- કંકણ દ્વારા 'માતાજીની આરાધના': 'અકિલા'ના ફેસબુક પેઈજ 'akilanews'ઉપર રાત્રે ૮ વાગે નિહાળો

રાજકોટઃ અકિલા- કંકણ પ્રસ્તુત નવનોરતા- નવ આરાધના ગરબામાં ભાવિકો ભાવવિભોર બન્યા છે. પ્રથમ નોરતે માટીના છિદ્રોવાળા કોરાવેલા ગરબા સાથે ''જય આદ્યશકિત'' આરતી આરાધના ગરબો રમતો થયો. બીજા નોરતે ચીરમી માથા પર ધરી ચીરમીમા ગબ્બર જયોતશી આગ પ્રજજવલિત કરી ઘંટારવ સાથે ર્માં જગદંબા આરતી ઉપાસના ગરબો ઘૂમ્યો. આજે નોરતુ ત્રીજું ત્રીજા નોરતે દુર્ગા સ્વરૂપ ર્માં ચન્દ્રઘન્ટાના ચરણોમાં કંકણ પ્રસ્તુત કરનાર છે. નવવાટી દિવીઓ- ઘંટ- તાલી- ચપટીથી ઝળહળતો અર્ચના આરાધના ગરબો. નવલા નોરતામાં દરરોજ રાતે ૮ વાગે અકિલા દૈનિકના ફેસબુક પેઈજ અકિલા ન્યૂઝ ઉપર રજૂ કરવામાં આવશે.

કોરોનાની મહામારીમાં શકિત આરાધકો  ગરબે ઘૂમી શકવા અસમર્થ છે. ત્યારે ર્માં અંબાની અવિચળ જયોત અખંડ રાખવાની નેમ સાથે 'અકિલા- કંકણે'  અખંડ ભકિતની નેમ સાથે નવેય નોરતાના આરાધના આરતી ગરબાઓનું નિર્માણ કર્યું છે. ભાવિકોને વધુને વધુ સંખ્યામાં આરતીમાં જોડાવા અને કોરોના કહેરમાંથી માનવજાતને બચાવવા ર્માં જગદંબાને સામુહિક વિનંતિ પ્રાર્થના કરવા માટે નિવેદન કર્યું છે. સમગ્ર આરતી આરાધના ગરબાનું નૃત્ય નિર્દેશન- કલ્પન- સંકલન કંકણ ઈન્ટરનેશનલ ગરબા ગ્રુપના કલાધરિત્રિ સુશ્રી સોનલબહેન હંસદેવજી સાગઠિયા તેમજ ગ્રુપ લીડર ટવીંકલ ઘનશ્યામ જાગાણીએ કર્યું છે. સહનૃત્ય નિર્દેશન ઉર્વિ ભાગ્યોદય તેમજ  શુભશ્રી આચાર્ય  અને ઝલક પંડયાએ કર્યું છે.

ઉપરોકત તસ્વીરમાં નોરતાની આરતી આરાધના દિપપ્રાગટય કરતા સરગમ કલબ- રાજકોટના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, બીજી તસ્વીરમાં 'આદ્યશકિત જગદંબા' આરાધના આરતી ગરબો નવવાટી દિવીઓ અને કંકણ ઘંટારવના રણકારથી અને નવવાટી દિવીના પરમ પ્રકાશે સહનૃત્યાનિર્દેશકો ગ્રુપલીડર ટવીંકલ જાગાણી, ઝલક પંડયા અને ઉર્વિ ભાગ્યોદય માતાજીની ભકિતરસમા તરબોળ કરતા નજરે પડે છે.

(3:48 pm IST)