Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ન્યુઝ વેબસાઇટને સરકારી જાહેરાતો મળી શકશેઃ સરકારી સુવિધા પણ મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે ડીજીટલ મીડીયાને માન્યતા આપવા સાથે તેના નિયમનનો રસ્તો ખોલી આપ્યાનું અમર ઉજાલા નોંધે છે. હવે ન્યુઝ વેબસાઇટ પણ સરકારી જાહેરાત લઇ શકશે. સરકારે પ્રિન્ટ અને  ઇલેકટ્રોનીક મિડીયાની રાહ પર ડિજીટલ ન્યુઝ પ્લેટફોર્મને સમાચારોની શિસ્ત માટે સ્વ-નિયમન સંસ્થા બનાવવા માટે પણ મંજુરી આપી દીધી છે. સાથે જ ન્યુઝમીડીયામાં ૨૬ ટકા વિદેશી રોકાણના નીતી-નિયમો સ્પષ્ટ કરી દીધા છે.

ડીજીટલ ન્યુઝ પ્લેટફોર્મના કર્મચારીઓને પીઆઇબી માન્યતા મળશે. ન્યુઝ વેબસાઇટના પત્રકારો પણ પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મિડીયાના કર્મચારીઓને મળનારી સરકારી સુવિધા મળી શકશે.

વિદેશી ભંડોળ - એફડીઆઇ મેળવનાર કંપનીના બોર્ડમાં વધુ પ્રમાણમાં ડીરેકટરો અને સીઇઓ ભારતીય નાગરીક હોવા જરૂરી છે. ૬૦ દિવસથી વધુ કંપની સાથે જોડનાર વિદેશી કર્મચારીએ સરકાર પાસેથી સુરક્ષા મંજુરી લેવી પડશે. વધુમાં વધુ ૨૬ ટકા એફડીઆઇ માટે મંજુરી મળી શકશે.

(3:47 pm IST)