Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ક્રિકેટ કૌભાંડ

ફારુક અબ્દુલ્લા હવે EDની રડારમાં: કૌભાંડ મામલે પુછપરછ

શ્રીનગર, તા.૧૯: જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લાની પ્રવર્તત નિર્દેશાલય (ED) દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. EDની ટીમ શ્રીનગરમાં આવેલી તેમની ઓફિસમાં પૂર્વ CMના પુછપરછ કરી રહી છે. ફારુખ અબ્દુલ્લાને જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA)માં રૂપિયાના કૌભાંડ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે પહેલા પણ EDએ સમન્સ પાઠવ્યું હતું.

ઉલ્લેખનીય છે જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ સંઘમાં ૧૧૨ કરોડ રૂપિયાનો કૌભાંડ મામલે ઘણો જૂનો છે. જેની તપાસના આદેશ જમ્મૂ-કાશ્મીર પોલીસને આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોર્ટે તેને CBIના સોંપી દીધા. મની લોન્ડ્રિંગ સાથે જોડાતા આ અંગેની તપાસમાં હવે ED પણ સામેલ થયું છે.

BCCIએ ૨૦૦૨થી ૨૦૧૧ વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં ક્રિકેટની સુવિધાઓના વિકાસ માટે ૧૧૨ કરોડ રૂપિયા આપ્યા હતા,  પરંતુ આરોપ છે કે આ રકમમાંથી ૪૩.૬૯ કરોડ રૂપિયાની ઉચાપાત કરવામાં આવી છે. આ મામલાને લઇને રણજી ટ્રોફી કોચ અને સિલેકટર તેમજ કાશ્મીરના ક્રિકેટ ખેલાડી માજિદ અહેમદે ૨૦૧૫માં જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA) કૌભાંડને લઇને હાઇકોર્ટમાં PIL ફાઇલ કરી હતી.

ત્યારબાદ હાઇકોર્ટે CBIના આ કેસની તપાસના આદેશ આફ્યા. CBIના આદેશ કેસ દાખલ થયો. CBIએ તપાસ કરી JKCAના અધ્યક્ષ ડો. ફારુક અબ્દુલ્લા, મોહમ્મદ સલીમ ખાન (મહાસચિવ), અહેસાન અહમદ મિર્જા(ખજાનચી) અને બશીર અહમદ મિસગર (બેંકમાં એકઝીકયૂટીવ) સામે ષડયંત્ર અને વિશ્વાસના અપરાધિક ઉલ્લંદ્યનના આરોપ લગાવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અંદાજે ૮ હજાર પન્નાની ચાર્જશીટમાં ધારા ૧૨૦-બી, ૪૦૬ અને ૪૦૯ હેઠળ આરોપ લગાવામાં આવી છે. હાલાકી અબ્દુલ્લા અને તેમના દિકરા ઓમર અબ્દુલ્લાએ આરોપોને નામંજૂર કર્યાં છે.

(3:41 pm IST)