Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

૨ સગીર બહેનોનું રાતે અપહરણ કરી ૪ યુવકોએ કર્યો ગેંગરેપ

એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીના ૩ આરોપીઓની શોધ ચાલી રહી છે

જયપુર, તા.૧૯: રાજસ્થાનના જાલોરના ભીનમાલમાં બે સગીર બહેનો સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પોલીસે દાખલ કરેલી રિપોર્ટ અનુસાર ભીનમાલ વિસ્તારમાં ઘરમાં સૂઈ રહેલી ૧૪ અને ૧૫ વર્ષની બે બહેનોને ૪ યુવકોએ જબરદસ્તીથી ઉઠાવી અને તેમને જંગલમાં લઇ જઇને તેમની સાથે રેપ કર્યો.

બંને જ સગીરાઓ ત્યાર પછી રાજાપુરની પહાડીઓમાં અચેત અવસ્થામાં મળી આવી અને તેમની તબિયત ખાસ્સી ખરાબ થઇ ગઇ હતી. મામલા અનુસાર, લગભગ રાતે ૧ વાગ્યે જેતાપામ ભીલ અને તેજારામ ભીલ સહિત ૪ આરોપીઓએ આ બંને સગીરાઓને ઘરમાંથી ઉઠાવી લીધી અને રાજાપુરની પહાડી પર લઇ જઇ તેમની સાથે ગેંગરેપ કર્યો. પીડિતાઓ આ પહાડીઓની ઝાડીઓમાં બપોરે ૨.૩૦ વાગ્યે ઈજાગ્રસ્ત અવસ્થામાં મળી આવી.

આ ગેંગરેપના મામલામાં એસપી શ્યામ સિંહ ચૌધરીએ જણાવ્યું કે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીના ૩ આરોપીઓની શોધ ચાલી રહી છે. પોલીસ અનુસાર, રાતે ઠંડી વધારે હોવાના કારણે શારિરીક અત્યાચારના કારણે બંને  પીડિતાઓની તબિયત ખરાબ છે. જેમાંથી એકને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ મામલામાં પરિજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું કે રવિવારે સવારે ૬ વાગ્યાથી તેમની દીકરીઓ ગુમ હોવાની સૂચના પરિજનોએ પોલીસને આપી હતી. તેમ છતાં પોલીસે તપાસમાં મોડું કર્યું. ત્યાર પછી બંને બહેનો પહાડી પર ઈજાગ્રસ્ત અવસ્થામાં મળી આવી. પીડિતાના પરિવારને મળવા પહોંચેલા સાંસદ દેવજી પટેલે પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ ઊભા કર્યા છે અને કાર્યવાહીની માંગ કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પરિજનોના અપહરણ કરવાની સૂચના મળ્યા પછી પોલીસે તપાસ શરૂ કરતા રાજપુરા પહોંચી. પોલીસે બંને સગીરાઓને રાજપુરા બાંધની પાસે સ્થિત પહાડીઓમાં અચેત અને ઈજાગ્રસ્ત અવસ્થામાં મળી. એક યુવતીના માથા પરથી લોહી વહી રહ્યું હતું. જેનાથી પ્રતીત થઇ રહ્યું હતું કે સગીરાઓની સાથે આરોપીઓએ મારપીટ કરી તેમને ઈજા પહોંચાડી. માથા પર ઈજા અને ગભરામણના કારણે સગીરાઓ અચેત ન થઇ ગઇ.

પીડિતાના પિતાએ જણાવ્યું કે ચેતનરામ સહિત ૫ આરોપીઓએ શનિવારે રાતે તેમના ઘરમાં પ્રવેશ કરી તેમની સગીર દીકરી અને પિતરાઇ બહેનનું અપહરણ કરી લઇ ગયા હતા. પીડિતાએ તેની સાથે થયેલા ગેંગરેપ અંગે પોલીસને નિવેદન આપ્યું છે.

(3:38 pm IST)