Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ચંદ્ર ઉપર નાગરિક મોકલનાર પહેલો દેશ અમેરિકા બનશે : ટ્રમ્પ

હું જીતીને ફરીથી રાષ્ટ્રપતિ બનીશ : અમેરિકનોને કોરોનાના મફત ઇલાજનો રાષ્ટ્રપતિનો વાયદો : બીડન ચીન માટે કામ કરે છે

વોશીંગ્ટન : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્કોન્સિનની રેલીમાં વાયદો કરતા જણાવેલ કે મંગળગ્રહ ઉપર પોતાના નાગરિકને ઉતારનાર પહેલા દેશ અમેરિકા બનશે, સાથે જ ચંદ્ર ઉપર પહેલી મહિલાને પણ મોકલાશે.

બીજી તરફ ટ્રમ્પ તંત્ર દ્વારા એમીકોની બૈરેટને સુપ્રીમકોર્ટની જજના રૂપમાં નામિત કરવાના વિરોધમાં હજારો મહિલાઓએ વોશીંગ્ટનમાં રેલી કાઢી હતી. વિસ્કોન્સિનની રેલીમાં ટ્રમ્પે બધા અમેરિકી માટે મફતમાં કોરોના ઇલાજનું વચન પણ આપેલ.

ઉપરાંત મિશિગન રેલીમાં ટ્રમ્પ બીડન ઉપર ચીન માટે કામ કરવાનો આરોપ લગાડેલી તેમણે દાવો કરેલ કે તેઓ જીતશે અને ફરી રાષ્ટ્રપતિ બનશે.

રાજકીય વિશ્લેષણ મુજબ ચૂંટણીમાં ''સમોસા કોકસ'' આગળ વધી શકે છે. ભારતીય અમેરિકી સાંસદોના અનઔપચારીક સમુહ માટે સાંસદ રાજા કૃષ્ણમૂર્તિના ''સમોસા કોકસ'' માં પ ભારતીય સાંસદોમાંથી ૪ પ્રતિનિધિ સભાથી છે. એક સેનેટર કમલા હેરીસ છે, જે ડેમોક્રેટીક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. હાઉસ ઓફ રિપ્રઝેટેટીવમાં સીનીયર મેમ્બર ડો. અમી બેરા, સાંસદ, રો ખન્ના અને કૃષ્ણામૂર્તિ સહિત પ્રમિલા જયપાલ ફરીથી જીતી શકે છે.

(2:54 pm IST)