Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

દેશના મોટા શહેરોમાં મળશે યુપીની કારીગરી અને સ્વાદ

દિલ્હી, મુંબઇ, અમદાવાદ સહિતના શહેરોમાં ઓડીઓપી ખોલશે શો-રૂમ

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારની પહેલ હવે રંગ લાવી રહી છે. એક જીલ્લા એક ઉત્પાદન (વન ડીસ્ટ્રીકટ, વન પ્રોડકટ) (ઓડીઓપી) હવે બ્રાન્ડ બનવા જઇ રહી છે. એટલે કે દેશના મોટા શહેરોમાં લોકો હવે યુપીના હુન્નર અને સ્વાદની મજા લઇ શકશે.

રાજ્ય સરકાર ટુંક સમયમાં દિલ્હી, મુંબઇ, કલકતા અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં ઓડીઓપીના શોરૂમ ખોલશે. જ્યા એક છત હેઠળ રાજ્યના અલગ અલગ જીલ્લાઓના ઉત્પાદનો જેવા કે બારાબંકીના સ્ટોલ, હાપુડના પાપડ, બનારસની સાડી, હાથરસની હીંગ મળી શકશે. સરકારની પહેલી કોશિષ દિલ્હીના કોનોટ પ્લેસમાં ઓડીઓપીનો શો રૂમ ખોલવાની છે.

ત્યાર પછી નવી મુંબઇ ખાતેના ઉત્તર પ્રદેશ સદન, કલકત્તાના ગરીયાહાટ ખાતેના દક્ષિણાયન શોપીંગ કોમ્પ્લેક્ષ અમે અમદાવાદમાં આંબાવાડીમાં ઓડીઓપીના આધુનિક શો રૂમો ખોલવામાં આવશે. ગુજરાતમાં નર્મદા કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પણ ઓડીઓપીનો શો -રૂમ ખોલવામાં આવશે તો કાનપુરના પીપીએન માર્કેટમાં પણ ઓડીઓપીનો શો રૂમ ખોલાશે.

(2:56 pm IST)