Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

હું પણ આઇટમ છું, તમે પણ આઇટમ છો... આ કંઈ ખરાબ શબ્દ નથીઃ કમલનાથની સ્પષ્ટતા

ભોપાલ, તા.૧૯: મધ્યપ્રદેશની કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર શબ્દોનો અનર્થ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેનાથી દુષ્પ્રચાર થઈ રહ્યો છે. કમલનાથે રવિવારે રાતે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું કે ચૂંટણીમાં હજુ ૧૫ દિવસ બાકી છે અને શબ્દોનો અર્થ બદલીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં આવી રહી છે.

કમલનાથે કહ્યું કે જનતા પૂછી રહી છે કે ૨૦૧૮ના દ્દષ્ટિપત્રમાં ૧૦ લાખ નોકરીઓ આપવાનો વાયદો કરાયો હતો અને આ ૭ મહિનામાં કેટલી નોકરીઓ આપવામાં આવી. જવાબના બદલામાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કમલનાથે આઈટમ કહ્યું. કમલનાથે કહ્યું કે હા મેં આઈટમ કહ્યું હતું કારણ કે આ કોઈ અસન્માનજનક શબ્દ નથી. હું પણ આઈટમ છું, તમે પણ આઈટમ છો, આ અર્થમાં આપણે સૌ આઈટમ છીએ.

કમલનાથનો દાવો છે કે લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિને આઈટમ નંબર લખાય છે. ઈનામ વિતરણ કાર્યક્રમમાં પણ આઈટમ નંબર લખાય છે. તો શું તે અસન્માનજનક છે. મધ્યપ્રદેશની જનતા લોહીના ઘૂંટ પી રહી છે તો તેમના આંસૂ લૂસવાના બદલે તમારી પાર્ટી મારા કોક પીવાને મુદ્દો બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજયની ૨૮ વિધાનસભા સીટ માટે ૩ નવેમ્બરે મતદાન થવાનું છે. ઈમરતી દેવીની વિરુદ્ઘ ડબરા સીટની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના પ્રત્યાશી સુરેશ રાજે માટે પ્રચાર કરી રહેલા કમલનાથે રવિવારે કહ્યું કે ડબરાથી સુરેશ રાજેજી અમારા ઉમેદવાર છે. તે સરળ અને સીધા છે. તે તેમના જેવા નથી... શું છે તેનું નામ..આ સમયે જનતામાંથી જોર જોરથી ઈમરતી દેવી ઈમરતી દેવીના સૂત્રોચ્ચાર થવા લાગ્યા.

આ પછી કમલનાથે હસીને કહ્યું કે હું શું નામ લઉં તમે સૌ સારી રીતે જાણો જ છો. તમારે મને પહેલાંથી સાવધાન કરવાની જરૂર હતી. આ શું આઈટમ છે અહીં પર હાજર જનતાએ તાળીઓ વગાડી. કમલનાથ હસીને મંચથી રીપિટ કરી રહ્યા હતા. આ શું આઈટમ છે. સુરેશ રાજેજીનો સાથ આપજો.

(1:28 pm IST)