Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પાકિસ્તાનમાં હોબાળોઃ નવાઝના જમાઇની ધરપકડ

ઇમરાન ખાનની સરકાર વિરૂધ્ધ વિપક્ષની જુગલબંધી મજબુત બનીઃ મરીયમ શરીફે કર્યા પ્રહાર

નવી દિલ્હી તા. ૧૯: પાડોશી દેશ પાકિસ્તાનની રાજનીતીમાં એક વાર ફરી હલચલ તેજ જોવા મળી છે. ગઇકાલે હાલના વડાપ્રધાન ઇમરાનખાનની સરકાર વિરૂધ્ધ વિપક્ષી પાર્ટીઓએ મોટી રેલીનું આયોજન કર્યું. જેમાં હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થઇ. હવે રેલીના એક દિવસ બાદ જ વિપક્ષ પર એકશન તેજ થતી જોવા મળી છે. આજે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જમાઇ સફદર અવાનની ધરપકડ કરી લેવામાં આવી છે.

નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા મરીયમ શરીફે તેની જાણકારી આપી તેઓએ આરોપ મુકયો કે પોલીસ વ્હેલી સવારે તેના હોટલમાં રૂમમાં આવી અને દરવાજો તોડીને સફદરની ધરપકડ કરવામાં આવી.

પાકિસ્તાનના કરાંચીમાં વિપક્ષે મોટી રેલીનું આયોજન કર્યું, જયાં મરીયમ નવાઝ શરીફનું ભાષણનો ચર્ચાનો વિષય રહ્યો. મરીયમે રેલીમાં ઇમરાન ખાનને ડરપોક, નાલાયક માણસ ગણાવ્યા અને ઇમરાન ખાન પર ભ્રષ્ટાચાર, કોરોના સંકટમાં ફેલિયર અને સાથે જ સેનાના ઇશારા પર ચાલવાનો આરોપ મુકયો.

(1:27 pm IST)