Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

લંડનમાં 3 હત્યા કરવાના આરોપસર પકડાયેલો ભારતીય મૂળનો યુવાન મુક્ત : સ્વબચાવ માટે હથિયારનો ઉપયોગ કર્યો હતો : સીસીટીવી કેમેરાના આધારે નામદાર જજે ફરમાવેલો ચુકાદો

લંડન : પૂર્વી લંડનમાં જાન્યુઆરી માસમાં બનેલી ઘટના મુજબ ભારતીય મૂળના બિલ્ડર યુવાન 29 વર્ષીય ગુરજીતસિંહ  ઉપર 3 યુવાનોની હત્યાનો આરોપ મુકાયો હતો.તથા જાહેર જગ્યા ઉપર ગેરકાયદે હથિયાર ધારણ કરવાનો આરોપ હતો.
જે મુજબ આરોપી યુવાને  29  વર્ષીય  નરિન્દર સિંહ લુંભાયા,30 વર્ષીય   હરીન્દ્ર કુમાર , તથા 37 વર્ષીય બાલજીન્દરસિંહ ની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરા દ્વારા જોવા મળ્યા મુજબ પ્રથમ હુમલો ત્રણે મૃતક યુવાનોએ કર્યો હતો જેના બચાવમાં આરોપી યુવાને હથિયારનો ઉપયોગ કર્યો હતો જે સ્વબચાવ માટે હતો તેવું જનતા નામદાર કોર્ટએ યુવાનને આરોપ મુક્ત કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ ચારે યુવકો પંજાબના વતની હતા.

(12:48 pm IST)