Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભારતમાં કોરોના : ૭૫ લાખથી વધુ કેસ : ૧.૧૪ લાખથી વધુ મોત

ભારતમાં ૨૪ કલાકમાં ૫૫,૭૨૨ નવા કેસ સામે આવ્યા : ૫૭૯ લોકોના મોત : કુલ કેસ ૭૫,૫૦,૨૭૩ : કુલ મૃત્યુઆંક ૧,૧૪,૬૧૦ : એકટીવ કેસ ૭૭૨૦૫૫ : ૬૬૬૩૬૦૮ રિકવર થયા : સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૪૦૨૮૧૦૮૦ : ૧૧૧૮૩૨૬ના મોત : ૩૦૧૧૬૨૨૮ રિકવર થયા : એકટીવ કેસ ૯૦૪૬૫૨૬

નવી દિલ્હી તા. ૧૯ : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને ૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં કુલ કેસ ૪ કરોડથી ઉપર નોંધાયા છે અને ૧૧.૧૮ લાખ લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત અમેરિકામાં ૨,૨૪,૭૩૦ નોંધાયા છે ત્યાં ૮૩,૮૭,૭૯૯ કેસ છે. યુરોપમાં એક સપ્તાહથી રોજના ૧.૪૦ લાખ નવા કેસ આવી રહ્યા છે.

ભારતમાં એક દિવસમાં ૫૫,૭૨૨ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૫૭૯ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસ ૭૫,૫૦,૨૭૩ નોંધાયા છે જ્યારે કુલ મૃત્યુઆંક ૧,૧૪,૬૧૦ થયો છે. ભારતમાં ૬૬,૬૩,૬૦૮ રિકવર થયા છે અને ૭,૭૨,૦૫૫ એકટીવ કેસ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલે ૮૫૯૭૮૬ ટેસ્ટીંગ થયા હતા એ સાથે જ કુલ ૯૫૦૮૩૯૭૬ કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ મૃત્યુ ૪૨૧૧૫ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં કુલ કેસની સંખ્યા ૪૦૨૮૧૦૮૦ થયા છે. જ્યારે ૧૧૧૮૩૨૬ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં વિશ્વસ્તરે ૩૦૧૧૬૨૨૮ લોકો રિકવર થયા છે અને વિશ્વમાં હાલ ૯૦૪૬૫૨૬ એકટીવ કેસ છે. અમેરિકામાં કુલ કેસ ૮૩૮૭૭૯૯ છે અને ત્યાં ૨૨૪૭૩૦ લોકોના મોત થયા છે. યુરોપમાં છેલ્લા એક સપ્તાહથી રોજ ૧.૪૦ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. વિશ્વમાં દર ૧૦૦ નવા કેસમાં ૩૪ યુરોપથી છે. બ્રિટન, ફ્રાંસ, સ્પેન, નેર્ધરલેન્ડમાં નવા કેસ સામે આવી રહ્યા છે. ફ્રાંસમાં રોજ ૨૦,૦૦૦ નવા કેસ નોંધવામાં આવી રહ્યા છે. રૂસમાં ગઇકાલે ૧૫૦૯૯ કેસ નોંધાયા હતા અને આ ગાળામાં ૧૮૭ લોકોના મોત થયા હતા. મેકિસકોમાં ૫૪૪૭ નવા કેસ આવ્યા હતા અને ૩૫૫ લોકોના મોત થયા હતા.

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસો

. મહારાષ્ટ્રઃ ૯,૦૬૦

. કેરળઃ ૭,૬૩૧

.કર્ણાટકઃ ૭,૦૧૨

. આંધ્રપ્રદેશઃ ૩,૯૮૬

. પશ્ચિમ બંગાળઃ ૩,૯૮૩

. તમિલનાડુઃ ૩,૯૧૪

. બેંગ્લોરઃ ૩,૫૩૫

. દિલ્હીઃ ૩,૨૯૯

. ઉત્ત્।રપ્રદેશઃ ૨,૫૦૩

. ઓડિશાઃ ૨,૦૧૯

. રાજસ્થાનઃ ૧,૯૮૫

. છત્ત્।ીસગઢઃ ૧,૮૯૪

. મુંબઇઃ ૧,૬૦૦

. તેલંગાણાઃ ૧,૪૩૬

. બિહારઃ ૧,૧૫૨

. ગુજરાતઃ ૧,૦૯૧

. ચેન્નાઈઃ ૧,૦૩૬

. મધ્યપ્રદેશઃ ૧,૦૩૦

. હરિયાણાઃ ૯૫૨

. પુણેઃ ૮૩૦

. જમ્મુ-કાશ્મીરઃ ૫૭૮

. પંજાબઃ ૪૭૬

. ઝારખંડઃ ૩૮૫

. જયપુરઃ ૩૮૨

. ઉત્ત્।રાખંડઃ ૩૭૬

. મણિપુરઃ ૩૨૨

. આસામઃ ૩૧૮

. ગોવાઃ ૧૮૭

. પુડ્ડુચેરીઃ ૧૭૭

. હિમાચલ પ્રદેશઃ ૧૭૦

. નાગાલેન્ડઃ ૧૧૮

. મેઘાલયઃ ૧૦૪

. લદાખઃ ૬૪

. ચંદીગઢઃ ૬૪

. અરુણાચલ પ્રદેશઃ ૫૫

છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કેસો ભારતમાં નોંધાયા

ભારતઃ ૫૫,૭૨૨ કેસ

અમેરીકાઃ ૪૪,૯૪૧ કેસ

બ્રાઝીલઃ ૧૦,૯૮૨ કેસ

 વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોના કેસ ધરાવતા ત્રણ દેશો

અમેરીકાઃ ૮૩,૮૭,૭૯૯

ભારતઃ ૭૫,૫૦,૨૭૪

બ્રાઝીલઃ ૫૨,૩૫,૩૪૪

ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસઃ ૫૫,૭૨૨

નવા મૃત્યુઃ ૫૭૯

સાજા થયાઃ ૬૬,૩૯૮

પોઝિટિવિટી રેઈટઃ ૬.૪૮ ટકા

કુલ કોરોના કેસઃ ૭૫,૫૦,૨૭૪

એકિટવ કેસઃ ૭,૭૨,૦૫૫

કુલ સાજા થયાઃ ૬૬,૬૩,૬૦૮

દેશમાં કુલ મૃત્યુઃ ૧,૧૪,૬૧૦

૨૪ કલાકમાં ટેસ્ટઃ ૮,૫૯,૭૮૬

કુલ કોરોના ટેસ્ટઃ ૯,૫૦,૮૩,૯૭૬

(2:52 pm IST)