Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અમેરિકાના શહેર શિકાગોને સતત છઠ્ઠા વર્ષે ' ઉંદરોના શહેર ' નું બિરૂદ અપાયું

આગામી દિવસોમાં ઠંડી વધતા ઉંદરો વધુ આક્રમક બનશે,

નવી દિલ્હી : અમેરિકાના શહેર શિકાગોને સતત છટ્ટા વર્ષે પણ ઉંદરોના શહેરનું બિરૂદ અપાયું હતું, જો કે આ બાબત ગૌરવ લેવા જેવી નથી. પરંતુ પેસ્ટ કન્ટ્રોલ કરતી કંપનીએ આ નામ આપ્યું હતું,કારણ કે આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ નજરે પડતા હતા.દેશમાં વાર્ષિક ગણતરીમાં શિકાગો પ્રથમ ક્રમે હતું. શિકાગોએ સતત છટ્ટા વર્ષે પણ આ ટાઇટલ ચકાવી રાખ્યો હતો. ઓરકિને એક યાદીમાં કહ્યું હતું કે ફરી એકવાર ઉંદરો શહેરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા

કોરોનાવાઇરસના કારણે વર્ષ 2020 એક અનોખું વર્ષ રહેશે જેમાં ઉંદરોને ખોરાક માટે ફાંફા મારવા પડે છે.ખોરાક નહીં મળવાના કારણે તેઓ અન્ય જગ્યાએ રખડવા લાગ્યા છે.'કોરોનાના કારણે રેસ્ટોરન્ટ બંધ રહેતા ઉંદરોને ખોરાક મળતું નહતું, પરિણામે તેઓ પેટની ભુખ મિટાવવા અન્ય સૃથળોએ જતા રહ્યા હતા'એમ ઓરકિને કહ્યું હતું.

આગામી દિવસોમાં ઠંડી વધતા ઉંદરો વધુ આક્રમક બનશે, કારણ કે ઠંડીમાં તેમને ઉષ્ણ વાતાવરણની જરૂર પડતી હોય છે માટે તેઓ ગટરોમાં અને અન્ય ગરમ જગ્યા જતા રહેશે. લોકોએ ઉંદરોને આકર્ષે એવું ઘરે ના રાખવાની પણ સલાહ આપી હતી. લોસ એન્જીલીસમાં પણ ઉંદરોની સમસ્યા છે.

(10:06 am IST)