Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

લદ્દાખમાં ભૂકંપના ઝટકાઃ તીવ્રતા ૩.૬

નવી દિલ્લી, તા.૧૯: લદ્દાખમાં સોમવારે (૧૯ ઓકટોબર) સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. આજે સવારે લદ્દાખમાં ૪ વાગીને ૪૪ મિનિટે ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના જણાવ્યા મુજબ રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૬ રહી. જો કે કોઈ પ્રકારના નુકશાનના સમાચાર હજુ સામે આવ્યા નથી. આ પહેલા લદ્દાખના લેહમાં ૬ ઓકટોબરે ભૂકંપ આવ્યો હતો.

લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહમાં ૬ ઓકટોબરની સવારે ૫ વાગીને ૧૩ મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ લેહના ૧૭૪ કિલોમીટર પૂર્વમાં હતુ. એ વખતે રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૧ હતી. આ ભૂકંપ બાદ હજુ કોઈ પ્રકારના જાન-માલના નુકશાનની કોઈ માહિતી આવી નથી. લદ્દાખમાં ગયા મહિને ૨૫ સપ્ટેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૫.૪ માપવામાં આવી હતી.

(9:43 am IST)