Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

હવે શ્રીકૃષ્ણ જમીન પર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિંસમ મુહિમ શરૂ કરશે: અસદુદ્દીન ઓવૈસી

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લા કોર્ટે શ્રીકૃષ્ણ બિરાજમાનની 13.37 એકર જમીનની માલિકી અને શાહી ઈદગાહને હટાવવાની અપીલ મંજૂર કરી લીધી

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લા કોર્ટે શ્રીકૃષ્ણ બિરાજમાનની 13.37 એકર જમીનની માલિકી અને શાહી ઈદગાહને હટાવવાની અપીલ મંજૂર કરી લીધી છે. શુક્રવારે મથુરા જિલ્લા ન્યાયાલે એ નિર્ણય કર્યો. આ સમગ્ર બાબતે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વિવાદિત નિવેદન આપીને કહ્યુ છે કે હવે શ્રીકૃષ્ણ જમીન પર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિંસમ મુહિમ શરૂ કરશે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ હવે હવે 18 નવેમ્બરે સુનાવણી થશે.

હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે જે વાતનો ડર હતો તે જ થઈ રહ્યુ છે. બાબરી મસ્જિદ સાથે જોડાયેલ નિર્ણયોના કારણે સંઘ પરિવારના લોકોના ઈરાદા વધુ મજબૂત થઈ ગયા છે. યાદ રાખો, જો તમે અને આપણે હજુ પણ ગાઢ નિદ્રામાં રહીશુ તો અમુક વર્ષો બાદ સંઘ આના પર પણ એક હિંસક મુહિમ શરૂ કરશે અને કોંગ્રેસ પણ આ મુહિમનો એક અતૂટ હિસ્સો બનશે.

ઓવૈસીઅ કહ્યુ કે પૂજાનુ સ્થળ અધિનિયમ 1991, પૂજાના સ્થળને બદલવાથી અમને મનાઈ છે. ગૃહ મંત્રાલયે આ અધિનિયમનો પ્રશાસનિક અધિકાર સોંપવામાં આવ્યો છે, આની પ્રતિક્રિયા કોર્ટમાં શું હશે? ઓક્ટોબર 1968માં શાહી ઈદગાહ ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘના વિવાદનો ઉકેલ આવી ગયો હતો. પછી હવે તેને પુનર્જીવિત કેમ કરવામાં આવી રહ્યો છે?

કોર્ટમાં આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ હરીશંકર જૈન અને વિષ્ણુ જૈને દાખલ કરી હતી. આના પર સુનાવણી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્ટે 1968માં જન્મસ્થાન અને ઈદગાહ વચ્ચે સમજૂતીના આધારે વિવાદ ફગાવી દીધો હતો. વિવાદ ફગાવવામાં કેસ કરવાના અધિકારને પણ આધાર માનવામાં આવ્યો હતો. દરેક ભક્તના વિવાદ દાખલ કરવા પર ન્યાયાલને વાંધો હતો.

(12:00 am IST)