Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મોદી સરકારે દેશના નાગરિકોનાઅધિકાર મુઠ્ઠીભર મૂડીપતિઓને સોંપી દીધા : સોનિયા ગાંધીના પ્રહાર

ગરીબો-વંચિતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, શું આ નવો રાજધર્મ છે.?

 નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાએ હાલમાં સરકાર દ્વારા લાગૂ ત્રણ કૃષિ કાયદાને કૃષિ વિરોધી કાયદા કહેતા આરોપ લગાવ્યો કે હરિત ક્રાંતિથી મેળવેલા ફાયદાને સમાપ્ત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કોંગ્રેસ મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરતા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે, દેશમાં એવી સરકાર છે જે દેશના નાગરિકોના અધિકારીને મુઠ્ઠીભર અબજોપતિઓને સોંપવા ઈચ્છે છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ  ત્રણ કૃષિ કાયદા, કોવિડ-19 મહામારીનો સામનો કરવો, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને અનુસૂચિત જાતિ પર કથિત અત્યાચારના મામલા પર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, ગરીબો-વંચિતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, શું આ નવો રાજધર્મ છે.

કોંગ્રેસે સંગઠનના સ્તર પર મોટા ફેરફાર બાદ સોનિયા ગાંધીએ પ્રથમવાર મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. હાલમાં પસાર કૃષિ કાયદાને લઈને સરકારને ઘેરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપની સરકારના આ કાયદાથી ભારતની ફ્લેક્સિબલ કૃષિ આધારિત અર્થવ્યવસ્થાના પાયા પર હુમલો કર્યો છે

(11:43 pm IST)