Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ચૂંટણી રેલીમાં મંચથી ઉતરતા સમયે ડાન્‍સ કરતા નજરે આવ્‍યા ઓવૈસીઃ વીડિયો વાયરલ

        એઆઇએમઆઇએમ પ્રમુખ અસદૂદીન ઓવૈસીનો ગુરુવારના એક વીડીયો સોશ્‍યલ મીડીયા પર વાયરલ થયો જેમાં તે મહારાષ્‍ટ્ર  વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્‍યાન ઔરંગાબાદમાં એક જનસભાને સંબોધિત કર્યા પછી નાચતા નજરે પડયા છે.

        ઓવૈશી જયારે મંચ પરથી ઉતરી રહ્યા હતા ત્‍યારે તે લોકોને જોઇ મંચ પર વાગી રહેલ ગીત મિંયા મિયા મિયાંભાઇ પર નાચવા લાગ્‍યા હતા.

(11:54 pm IST)