Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એક જ્વેલરી સ્ટોર પર આતંકી હુમલો :સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ

આંતકી હુમલામાં કોઇને ઈજા પહોચી નથી

જમ્મુ-કાશ્મીર એકવાર ફરી આંતકી હુમલાથી ધ્રુજી ઉઠ્યુ છે. આંતકવાદીઓ આ વખતે બારામુલ્લામાં એક જ્વેલરી સ્ટોર પર હુમલો કર્યો હતો. જો કે આ આંતકી હુમલામાં કોઇને ઈજા પહોચી નથી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓ નિર્દોષ ઉદ્યોગપતિઓને નિશાનો બનાવી રહ્યા છે. શોપિયાં જિલ્લાનાં ટ્રાંજ ગામમાં બુધવારે સાંજે પંજાબ સ્થિત એક ઉદ્યોગપતિ અને તેના ટ્રક ડ્રાઈવરને આતંકીઓએ ઠાર માર્યો હતો. આ હુમલામાં ઉદ્યોગપતિ માર્યો ગયો હતો, જ્યારે ડ્રાઇવર ઘાયલ થયો હતો.

 પુલવામા જિલ્લાનાં નિહમા ગામે છત્તીસગઢનાં ઈંટ-ભઠ્ઠામાં કામ કરતા એસ.એ.સાગર નામનાં વ્યક્તિની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ હત્યા બાદ શોપિયાંમાં કામ કરતા બિન-કાશ્મીરી વેપારીઓ અને મજૂરોમાં ભયનું વાતાવરણ સર્જાયુ છે

(9:50 pm IST)