Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બ્રેક્સિટ બ્રિટનની સંસદ ડીલ મોડી કરવાના પક્ષમાં વડા પ્રધાન બોરિસ જોન્સનનો પ્રસ્તાવ ફગાવ્યો

પ્રસ્તાવને 301 સાંસદોનું સમર્થન મળ્યું અને 328 સાંસદોએ વિરોધ કર્યો.

બ્રિટિશ સાંસદોએ બ્રેક્સિટ ડીલને મોડી કરવાના પક્ષમાં મતદાન કર્યું છે. આને લીધે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો બ્રેક્સિટ ડીલ પાસ કરાવાનો પ્રસ્તાવ પસાર ન થઈ શક્યો.

હવે વડા પ્રધાન બોરિસ જોન્સને બ્રેક્સિટ ડીલ માટે યુરોપિયન યુનિયન પાસેથી વધારાનો સમય માગવો પડશે. જોકે, બોરિસ જોન્સને યુરોપિયન યુનિયન પાસેથી વધારે સમય માગવાનો ઇન્કાર કર્યો છે.

બ્રિટનને બ્રેક્સિટ ડીલ કરવી કે નહીં તે અંગે 31 ઑક્ટોબર સુધીમાં નિર્ણય લઈ યુરોપિયન યુનિયનને જાણ કરવાની છે.

આ અગાઉ સપ્ટેમ્બરમાં સત્તાપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના વિદ્રોહી સાંસદોએ વિપક્ષી સાંસદો સાથે હાથ મેળવીને સરકારને સંસદમાં હરાવી દીધી હતી.

જુલાઈમાં વડા પ્રધાન બન્યા પછી બોરિસ જોન્સનની સંસદમાં આ પહેલી પરીક્ષા હતી.

જોકે, બ્રેક્સિટ મુદ્દે એમના પ્રસ્તાવ પર એમને ફક્ત 301 સાંસદોનું સમર્થન મળ્યું અને 328 સાંસદોએ એમના પ્રસ્તાવનો વિરોધ કર્યો.

એમની આ હારનો અર્થ એવો છે કે સંસદ પર આવા સાંસદોનો પ્રભાવ થઈ ગયો છે અને તેઓ બ્રિટન કોઈ સમજૂતી વગર યુરોપિયન યુનિયનથી અલગ થઈ જાય એવી કે બ્રેક્સિટ ડીલ રદ થાય એનું સમર્થન કરી શકે છે.

જોકે, બોરિસ જોન્સનનું કહેવું છે કે ડીલ થાય કે ન થાય બ્રિટન 31 ઑક્ટોબરે યુરોપિયન યુનિયનથી અલગ થઈ જશે.

હવે આ સમયસીમાને ટાળવા માટે વિદ્રોહી અને વિપક્ષી સાંસદો બુધવારે એક બિલ લાવી શકે છે અને બેઉ ગૃહમાં તેને પસાર કરાવીને કાયદો ઘડી શકે છે.

(9:43 pm IST)