Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમેરિકાના” ટોપ-10 મોસ્ટ વોન્ટેડ” ભાગેડુ લિસ્ટમાં ગુજરાતનો યુવાન : FBIની વેબસાઇટ પર ફોટા સાથે ભદ્ગેશ પટેલનું નામ : પત્નીની હત્યા કરી નાસતો ફરતો ભદ્રેશ ગુજરાતના વિરમગામનો વતની

અમદાવાદ :  અમેરિકાના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુ લિસ્ટમાં ગુજરાતના યુવાન ભદ્રેશ પટેલનું  FBIની વેબસાઇટ પર ફોટા સાથે  નામ શામેલ  છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. પત્નીની હત્યા  કરી નાસતો ફરતો ભદ્રેશ ગુજરાતના વિરમગામનો વતની છે.તેના  વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાની ટોચની એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI) ભારતીય ભાગેડુ ભદ્રેશ કુમાર પટેલને છેલ્લા ચાર વર્ષથી શોધી રહી છેઅને તેની બાતમી આપનારને સરકાર $1,00,000 એટલે કે અંદાજે રૂ. 70 લાખનું ઈનામ આપશે. FBIની દૃષ્ટિએ પટેલ એક કોલ્ડ-બ્લડેડ મર્ડરર છે અને ખૂબ જ ખતરનાક ગુનેગાર છે જેણે હેનોવરના ડંકિન ડોનટ્સ સ્ટોરમાં પોતાની યુવાન પત્નીની વિચિત્ર રીતે હત્યા કરી હતી.

ઘટનાની વિગત એવી છે કે, નવા વાડજમાં રહેતી પલક (21 વર્ષ)નાં લગ્ન નવેમ્બર 2013માં ચેનપુર, ન્યુ રાણીપનાં ભદ્રેશ પટેલ (24 વર્ષ) સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ બંને અમેરિકા જતાં રહ્યાં હતાં અને હેનોવરનાં એક એપાર્ટમેન્ટમાં રહેવાનું શરું કર્યું હતું. આ દંપતીને ડંકીન ડોનટ્સ કંપનીમાં નોકરી મળી ગઈ હતી.

 

જો કે લગ્નનાં થોડા દિવસોમાં જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. દરમિયાન 12 એપ્રિલ 2015ના દિવસે રાત્રે 10.30 કલાકે હેનોવરના એરૂનડેલ મિલ્સ બૌલ્વાર્ડ સ્થિત ડંકીન ડોનટ્સ કંપનીમાં ભદ્રેશે કિચન વિભાગમાં ઊભેલી પત્ની પલકને છરીનાં ચારથી પાંચ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારપછી હજુ સુધી  ભદ્રેશ ઝડપાયો નથી

(6:43 pm IST)