Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મોટા બિઝનેસ માટે ડિજિટલ પેમેન્ટ મોડ હવે ફરજિયાત

પ૦ કરોડથી વધુ ટર્નઓવરવાળી વેપારી સંસ્થાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ થશે

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વાર્ષિક રૂ. પ૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી વેપારી સંસ્થાઅને પોતાના ગ્રાહકોને ૧ નવેમ્બરથી પેમેન્ટ માટે ઇલેકટ્રોનીક મોડ ઉપલબ્ધ કરાવવો ફરજિયાત બનશે. મોટા વેપારી સંસ્થાનોએ હવે ૧ નવેમ્બરથી પેમેન્ટ માટે ડિજિટલ મોડ ઉપલબ્ધ કરાવવો પડશે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઉપરાંત ગ્રાહક કે મર્ચટ પાસેથી આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કોઇ ચાર્જ કે મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) વસૂલી શકાશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે રૂ.પ૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વ્યાપારી સંસ્થાનોએ પોતાના ગ્રાહકોને ઓછા ખર્ચવાળા પેમેન્ટના ડિજિટલ મોડ ઉપલબ્ધ કરાવવા જોઇએઅને ટ્રાન્ઝેકશન પર થતાંખર્ચને આરબીઆઇ અને બેન્કોએ વહન કરવો જોઇએ.

આ જાહેરાત બાદ ઇન્મટેકસ એકટની સાથે સાથે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એકટ-ર૦૦૭માં સુધારો કરવામાં આવ્યો હતો. સીબીડીટીઓ એક સકર્યુલરમાં જણાવ્યું છે કે આ નવી જોગાઇ આગામી ૧ નવેમ્બર, ર૦૧૯ થી અમલી બની જશે. સીબીડીટીએ એ બેન્કો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોાવઇડર્સ પાસેથી અરજીઓ પણ મગાવી છે કે જેઓ આ માટે રસ ધરાવતા હોય કે તેમની પેમેન્ટ સિસ્ટમનો આ હેતું માટે સરકાર ઉપયોગ કરી શકશે છે.

આમ, હવે કેન્દ્ર સરકારે કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહીત કરવા માટેના અભિયાનને સફળ બનાવવા શ્રેણીબદ્ધ પગલા લેવાનું શરૂ કરી દીધું છે.

(4:10 pm IST)