Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

૧ નવે.થી બેન્કોનો સમય બદલાશેઃ ત્રણ પ્રકારનું ટાઇમ ટેબલ તૈયાર

નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં લઇ નવાં ટાઇમ ટેબલ તૈયાર કર્યા

નવી દિલ્હી તા.૧૯: અહેવાલો અનુસાર ૧ નવેમ્બરથી બેન્કો ખૂલવા માટેનો સમય બદલાઇ જશે. બેન્કો માટે નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને નવું ટાઇમ ટેબલ તૈયાર કર્યુ છે. નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને તમામ બેન્કો સાથે વાતચીત કર્યા બાદ એવો નિર્ણય કર્યો છે કે બેન્કોની કોઇ પણ બ્રાંચે ગ્રાહકોની સુવિધા અને સગવડતાને ધ્યાનમાં લઇને તેનો સમય ખાસ કરીને બેન્કો ખૂલવાનો સમય નક્કી કરવો જોઇએ.

આ માટે બેન્કિંગ ડિવિઝને બેન્કો માટે ત્રણ પ્રકારનું ટાઇમ ટેબલ તૈયાર કર્યુ છે. આ ટાઇમ ટેબલમાં બેન્કો ખૂલવા અંગે જુદા જુદા સમય મુજબ ટાઇમ ટેબલ તૈયાર કરાયું છે.

પ્રથમ ટાઇમ ટેબલ અનુસાર બેન્કોનો સમય સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે, જ્યારે બીજા ટાઇમ ટેબલ અનુસાર બેન્ક જો સવારે ૧૦ વાગ્યે ખૂલે તો સાંજે ૪ વાગ્યા સુધી બેન્ક કામ કરશે. ત્રીજા સમય મુજબ બેન્કોનો સમય સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે. આ નિર્ણય તમામ સરકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોને લાગુ પડશે. બેન્કોની કોમર્શિયલ એકિટવિટીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.

(3:37 pm IST)
  • વિસાવદર રેન્જમાં દિપડાએ ૬૦ વર્ષના વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : દીપડાએ વધુ એક ૬૦ વર્ષનો વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : વિસાવદર રેન્જમાં પોતાના ઘરની બહાર સુતેલા વૃદ્ધને દીપડો ઉપાડી ગયેલ. જંગલ ખાતાએ લોકોને દિપડાના રહેવાસવાળા વિસ્તારમાં ખૂલ્લામાં નહિ સુવા અપીલ કરી છે. access_time 4:01 pm IST

  • પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલો નિષ્ફળ ગયોઃ ૧ આતંકી ઠાર : પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છેઃ લોરાલઈ જિલ્લામાં પાકિસ્તાની સુરક્ષા દળના વાહન ઉપર આંતકીઓએ હુમલો કરતા ૨ જવાન ઘાયલ થયા છેઃ દરમિયાન આતંકીઓ ઘેરાઈ જતા એક આતંકીએ પોતાને બોંબથી ઉડાવી દીધેલ જયારે બીજો સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ access_time 4:05 pm IST

  • લંડનમાં વસતા પાકિસ્તાની નાગરિકો દિવાળીના દિવસે પણ સખણાં નહીં રહે : 370 મી કલમ મામલે ભારતીય દૂતાવાસ સામે મોરચો લઇ જવાની તૈયારી : મેયર સાદીકખાનને ઘટતું કરવા ભારતીય મૂળના નાગરિકોની વિનંતી : ભારતના સ્વાતંત્ર્ય દિવસે પણ દૂતાવાસ સામે હંગામો મચાવ્યો હતો access_time 8:31 pm IST