Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સાત કરોડ મોબાઇલ નંબર બંધ થવાનો ખતરો

એરસેલના સબસ્ક્રાઇબર્સને નંબર અન્ય કંપનીમાં પોર્ટ કરાવવા ટ્રાઇની તાકીદ

નવી દિલ્હી તા.૧૯: ૩૧ ઓકટોબર સુધી લગભગ સાત કરોડ મોબાઇલ નંબર કાયમી રીતે બંધ થઇ જવાનો ખતરો છે. વાસ્તવમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ૧૭ ઓકટોબરે સત્તાવાર નિર્દેશ જારી કર્યો છે કે એરસેલના સબસ્ક્રાઇબર્સ ૩૧ ઓકટોબર સુધી પોતાના મોબાઇલ નંબર કોઇ અન્ય નેટવર્કમાં પોર્ટ કરાવી લે.

જો આવું કરવામાં આવશે નહીં તો પોર્ટ કરાવ્યા વગરના તમામ નંબર બંધ થઇ જશે. ટ્રાઇના ડેટા અનુસાર અત્યારે ૭૦ મિલિયન એટલે કે સાત કરોડની આસપાસ એરસેલના એવા મોબાઇલ નંબર બાકી છે, જેમણે હજુ સુધી પોર્ટ કરાવ્યા નથી. વાસ્તવમાં મે-૨૦૧૬માં રિલાયન્સ જિઓએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી ત્યારે એક ટેરિફ અને ડેટા વોર શરૂ થઇ ગઇ હતી. તેની સામે એરટેલ અને વોડાફોન જેવી મોટી કંપનીઓ ટકી શકી, પરંતુ કેટલીક નાની કંપનીઓને સર્વિસ બંધ કરવી પડી હતી.

આ ક્રમમાં એરસેલે પણ ૨૦૧૮ની શરૂઆતમાં જ પોતાનું ઓપરેશન બંધ  કરી દીધું હતું. ટ્રાઇના જણાવ્યા પ્રમાણે એ વખતે એરસેલ પાસે નવ કરોડ સબસ્ક્રાઇબર બેઝ હતો. એરટેલે ટ્રાઇને એડિશનલ યુપીસી ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું અને ટ્રાઇએ એરસેલના કસ્ટમર્સને એડિશનલ કોડ ઉપલબ્ધ કરાવ્યો હતો. હવે ૩૧ ઓકટોબર બાદ પોર્ટ વગરના નંબરો કાયમી ધોરણે બંધ થઇ શકે છે.

(3:35 pm IST)