Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સોશ્યલ સાઈટથી થતા કોલ ઉપર ટેકસ નખાતા લેબનાનમાં ઉગ્ર વિરોધઃ બે વિદેશીઓના મોત

પ્રદર્શનકારીઓ દ્વારા સરકારી ઓફીસો બાહર ગાડીઓને આગચંપી- ટાયરો બાળ્યાઃ ૪૦ સુરક્ષાકર્મીઓ ઘાયલ

નવીદિલ્હીઃ લેબેનોનમાં વોટ્સએપ, ફેસબુકના વોઈસ કોલ પર ટેકસ લગાવવા વિરુદ્ઘ રોષ ફાટી નીકળ્યો હતો. દેશભરમાં શુક્રવારે હિંસક દેખાવો કરાયા હતા. રાજધાની બેરુતમાં સરકારી ઓફિસોની બહાર દેખાવકારોએ ટાયર બાળ્યાં અને ગાડીઓને આગચંપી કરી હતી. તેના ધુમાડાથી શ્વાસ રુંધાતા બે વિદેશી કર્મચારીઓ મૃત્યુ પામ્યા અને હિંસક અથડામણમાં ૪૦ સુરક્ષાકર્મી દ્યવાયા હતા. દેખાવકારોએ એરપોર્ટ પર યાત્રીઓ સાથે મારપીટ કરી હતી. તેમનો રસ્તો અટકાવ્યો. ખરેખર સરકારને બજેટની રકમ એકઠી કરવા લોન લેવાની જરૂર પડી રહી છે. આ ભાર ઘટાડવા માટે તેણે વોટ્સએપ અને ફેસબુકના વોઈસ કોલ પર દર મહિને ૧૫૦ રૂપિયાનો ટેકસ લાદી દીધો છે. હવે સરકારે કહ્યું કે તે આ નિર્ણય પાછો ખેંચવા વિચારી રહી છે.

યુગાન્ડામાં ફેસબુક, વોટ્સએપ, ટિટરના ઉપયોગ પર દરરોજ ૩ રૂપિયા ૩૬ પૈસા ટેકસ ચૂકવવો પડે છે. ગત વર્ષે જુલાઈમાં આ ટેકસ લાગુ કરાયો. રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા અફવા ફેલાવે છે એટલા માટે તેના પર ટેકસ લગાવવો જોઈએ. ટેકસની જાહેરાત બાદ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની ઝડપ બાદ સરકારે નિર્ણય પરત ખેંચેલ. આર્થીક સંકટમાંથી બહાર આવવાની સરકારની નિતીઓના કારણે હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતરી અને વડાપ્રધાન સાદ- અલ- હરિરીના રાજીનામાની માંગ કરી હતી.

(3:33 pm IST)