Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

એક વાઘણ માટે બે વાઘ વચ્ચે થઇ આરપારની લડાઇ

જયપુર,તા.૧૯:સુંદર કન્યા માટે બે છોકરાઓ વચ્ચે કોમ્પિટિશન થાય એવું તો આપણે અનેક વાર જોયું છે, પણ રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાં એક વાઘણ માટે બે વાઘો આપસમાં બાખડી પડ્યા. એ પણ એટલા ભયંકર બાખડ્યા કે એક સમયે તો એવું લાગતું હતું કે બેમાંથી એકનું આજે કામ તમામ થઈ જશે.

આ વાઘભાઈઓ છે જેમત્ત્।ું નામ છે સિંહસ્થ અને રોકી. આઇએફએસ અધિકારી પરવીન કાસવાને બે દિવસ પહેલાં એક વિડિયો ટ્વિટર પર શેર કર્યો હતો જેમાં જંગલમાં ટીપ૯ અને ટીપ૮ નંબર ધરાવતા વાદ્યો વચ્ચે થતી લડાઈ થઈ હતી. આ વાદ્ય ટી૩૯ નંબર ધરાવતી નૂર નામની વાદ્યણ માટે લડી રહ્યા હતા. જયસિંઘપુરા ક્ષેત્રની શર્મિલી નામની વાઘણના સંતાનો છે. આ લડાઈમાં ટી ૫૭ નંબરના વાઘની જીત થઈ હતી અને બીજો વાથ ત્યાંથી હટી ગયો હતો.

(3:32 pm IST)